Not Set/ 25000 આંખોના મફત ઓપરેશન સાથે આંખોના અજવાળાને સાચવવાની સેવા કરતી પાટડીની નયનજ્યોત હોસ્પિટલ

માણસના જીવનમાં આંખનું સૌથી વધારે મહત્વ હોય છે. ત્યારે 25000 આંખોના મફત ઓપરેશન સાથે નયન જ્યોત ઝળહળતી રાખતી પાટડીની નયનજ્યોત હોસ્પિટલ લોકોના જીવનમાં અજવાળા પાથરી રહી છે

Gujarat
5 14 25000 આંખોના મફત ઓપરેશન સાથે આંખોના અજવાળાને સાચવવાની સેવા કરતી પાટડીની નયનજ્યોત હોસ્પિટલ

– છેલ્લા 32 વર્ષના આ નયનજ્યોત હોસ્પિટલમાં 3,50,000થી પણ વધુ ઓપીડી કેસ નોંધ

– અમદાવાદ, બરોડા સહિત ગુજરાત ભરમાંથી મોતિયાના દર્દીઓ અહીં ઓપરેશન કરાવવા આવે છે

માણસના જીવનમાં આંખનું સૌથી વધારે મહત્વ હોય છે. ત્યારે 25000 આંખોના મફત ઓપરેશન સાથે નયન જ્યોત ઝળહળતી રાખતી પાટડીની નયનજ્યોત હોસ્પિટલ લોકોના જીવનમાં અજવાળા પાથરી રહી છે. એમાય છેલ્લા 32 વર્ષના આ નયનજ્યોત હોસ્પિટલમાં 3,50,000થી પણ વધુ ઓપીડી કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ, બરોડા સહિત ગુજરાત ભરમાંથી મોતિયાના દર્દીઓ અહીં ઓપરેશન કરાવવા આવે છે.

જ્યારે સામાન્ય વ્યક્તિના પરિવારના સભ્યને કોઇ આંખની સમસ્યા થાય ત્યારે દિવસના બે છેડા માંડ ભેગા કરી શકતા પરિવાર માટે ઉપર આભ અને નીચે ધરતી જેવી કફોડી હાલત થાય. ત્યારે રણ વિસ્તારના સામાન્ય અગરિયા અને ગરીબ પરિવારના લોકોની આંખનું અજવાળું સચવાઇ રહે તેવી “ખારા રણમાં મીઠી વિરડી” સમાન હોસ્પિટલ એટલે પાટડીની નયનજ્યોત હોસ્પિટલ. સાવ સામાન્ય પરિવારના લોકો માટે આધુનિક ફ્રેકો મશીનથી મોતિયાનું ઓપરેશન કરીને નિ:શુલ્‍ક મણિ બેસાડી આપવામાં આવે છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની સાથે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાના લોકોને આ હોસ્પિટલની સેવાનો લાભ મળ્યો છે.

રોજના સો જેટલા દર્દીઓને દૈનિક સારવાર આપવાની સાથે દર બુધવારે સાંઇઠથી સિત્તેર જેટલા દર્દીઓના ઓપરેશન આંખના નિષ્ણાંત સર્જન દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થાના ઉત્સાહી ડો.ચંદ્રકાંતભાઇ પટેલ ગર્વભેર જણાવે છે કે, ડો.ભક્તુપ્રસાદ બી.ભટ્ટ તબીબી રાહત મંડળ દ્વારા ચાલતી આ સંસ્થાના મંત્રી કનુભાઇ ગઢવીનો રચનાત્મક સહયોગ અને માર્ગદર્શન એક આગવુ બળ પુરૂ પાડે છે. માર્ચ-1988થી શરૂ થયેલી આ હોસ્પિટલ છેલ્લા 32 વર્ષથી આંખોના અજવાળાને સાચવવાની સેવા કરતી રહી છે.

રણકાંઠાના એક માજીને આ હોસ્પિટલ અંગે પુછતાં કહ્યું કે, અહીં ઓપરેશનથી મારી આંખો સાજી થઇ ગઇને મને નવુ જીવન મળ્યું, હવે મારે કોઇના સહારાની જરૂર નથી. આ વાત કરતા એમની આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી હતી. આમેય પાટડી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી સમસ્યાગ્રસ્ત છે. ત્યારે આ નયનજ્યોત હોસ્પિટલ એટલે સેવા, સ્વચ્છતા, સમર્પણ અને સમયના સમન્વય સમાન છે.

બોક્સ- આ હોસ્પિટલનો ઉદેશ છેવાડાના સામાન્ય માનવીની આંખોમાં અજવાળા પાથરવાનો છે : કનુભાઇ ગઢવી- સંસ્થાના મંત્રી

ચક્ષુદાન એ મહાદાન છે એમ સામાન્ય વ્યક્તિના આંખના અજવાળા માટે કાંઇ પણ કરવુ તે સેવક અને દાતાના જીવનને અજવાળવા સમાન છે. અને આ હોસ્પિટલનો ઉદેશ છેવાડાના સામાન્ય માનવીની આંખોમાં અજવાળા પાથરવાનો છે.