Surat/ દેશના તમામ સ્માર્ટ સિટીઓમાં સુરતને મળ્યો બીજો ક્રમ અને સાથે SMCના ત્રણ પ્રોજેક્ટને મળ્યા ભારત સરકાર તરફથી એવોર્ડ

સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા ઇન્ડિયા સ્માર્ટ સિટિઝ એવોર્ડ કોન્ટેસ્ટ 2022માં સક્રિયરૂપે ભાગ લેવામાં આવ્યો હતો.

Top Stories Gujarat Surat
Mantavyanews 4 19 દેશના તમામ સ્માર્ટ સિટીઓમાં સુરતને મળ્યો બીજો ક્રમ અને સાથે SMCના ત્રણ પ્રોજેક્ટને મળ્યા ભારત સરકાર તરફથી એવોર્ડ

@અમિત રૂપાપરા 

સ્માર્ટ સિટિઝ મિશન, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, ભારત સરકાર દ્વારા આયોજીત ઇન્ડિયા સ્માર્ટ સિટિઝ એવોર્ડ કોન્ટેસ્ટ 2022 અંતર્ગત સુરતને બેસ્ટ પરફોર્મિંગ સ્માર્ટ સિટી કેટેગરીમાં દેશના તમામ સ્માર્ટ સિટીઓમાં સુરતને બીજો ક્રમ મળ્યો અને 3 પ્રોજેક્ટને એવોર્ડ્સ મળ્યા છે. સ્માર્ટ સિટિઝ મિશન, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, ભારત સરકાર દ્વારા 100 સ્માર્ટ સિટીઓને પ્રોત્સાહન આપવાનાં હેતુથી ‘ઇન્ડિયા સ્માર્ટ સિટિઝ એવોર્ડ કોન્ટેસ્ટ (ISAC)’નું આયોજન કરવામાં આવે છે.

સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા ઇન્ડિયા સ્માર્ટ સિટિઝ એવોર્ડ કોન્ટેસ્ટ 2022માં સક્રિયરૂપે ભાગ લેવામાં આવ્યો હતો. તેથી સુરતને બેસ્ટ પરફોર્મિંગ સ્માર્ટ સિટી એવોર્ડ, પ્રોજેક્ટ એવોર્ડ, ઇનોવેશન એવોર્ડ તેમજ પાર્ટનર એવોર્ડ કેટેગરીઓમાં વિવિધ નોમિનેશનો કરવામાં આવ્યા હતા.

Untitled 40 2 દેશના તમામ સ્માર્ટ સિટીઓમાં સુરતને મળ્યો બીજો ક્રમ અને સાથે SMCના ત્રણ પ્રોજેક્ટને મળ્યા ભારત સરકાર તરફથી એવોર્ડ

જે અન્વયે આજ રોજ મધ્ય પ્રદેશના ઇન્દોર શહેર ખાતે ‘ઇન્ડિયા સ્માર્ટ સિટિઝ કોન્કલેવ 2023’ ઇવેન્ટ અંતર્ગત ISAC 2022ની એવોર્ડ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીનું આયોજન ભારત દેશનાં મહમાહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જેમાં મધ્ય પ્રદેશના ગર્વનર મંગુભાઇ પટેલ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી તેમજ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના રાજ્યકક્ષાના મંત્રી કૌશલ કિશોર ઉપસ્થિત રહ્યા હતા.

આ એવોર્ડ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની દરમ્યાન ભારત દેશનાં રાષ્ટ્રપતિના વરદ હસ્તે સુરત મહાનગરપાલિકાને ‘બેસ્ટ પરફોર્મિંગ સ્માર્ટ સિટી’ કેટેગરીમાં તમામ સ્માર્ટ સિટીઓમાં દ્રિતીય ક્રમ મેળવવા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમજ ISAC 2022ની ‘પ્રોજેક્ટ એવોર્ડ’ અને ‘ઇનોવેશન એવોર્ડ’ કેટેગરીઓમાં કુલ ત્રણ એવોર્ડ મળ્યા છે. આ ત્રણ એવોર્ડમાં Business Model કેટેગરીમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ICCC હેઠળ કરવામાં આવતી વિશેષ કામગીરીઓ બદલ એવોર્ડ મળ્યો છે. Innovative Idea કેટેગરીમાં અનુવ્રત કેનાલ કોરીડોરનાં ડેવલપમેન્ટ તેમજ આત્મનિર્ભર બનાવવાના ફાઇનાન્સીયલી સસ્ટેનેબલ મોડેલને એવોર્ડ મળ્યો છે અને Covid Innovation કેટેગરીમાં સુરત મહાનગરપાલિકા દ્વારા COVID-19 પેન્ડેમિક દરમ્યાન લેવામાં આવેલ વિવિધ અસરાત્મક ઇનિશિયેટિવસ તેમજ કરવામાં ઉમદા કામગીરીઓ બદલ એવોર્ડ મળ્યો છે.

સુરત મહાનગરપાલિકાને મળેલા એવોર્ડ સ્વીકારવા સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી, સુરત મહાનગરપાલિકાનાં કમિશનર શાલીની અગ્રવાલ તેમજ ડેપ્યુટી કમિશનર અને સુરત સ્માર્ટ સિટીનાં સી.ઈ.ઓ. સ્વાતી દેસાઈ ઈન્દોર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ‘ઇન્ડિયા સ્માર્ટ સિટિઝ કોન્કલેવ 2023’ ઇવેન્ટ એક્ઝીબીશનમાં સુરત સ્માર્ટ સિટીનો સ્ટોલ પણ બનાવવામાં આવ્યો હતો. જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટિઝ મિશન હેઠળ કરવામાં આવેલ વિવિધ પ્રોજેક્ટોની વિગતો તેમજ સુરત સ્માર્ટ સિટીનું 3D મોડલ ‘Surat Smart City – Connecting Past to Future’ ને પ્રદશિત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:અંબાજી હડાદ માર્ગ અકસ્માત, મુસાફર ભરેલી બસના થયા બે ટૂકડા: અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી દૂર કરવા મહાઆરતી

આ પણ વાંચો:સુરતની ઉમરા પોલીસે ચરસ સાથે પોલીસ પુત્રને ઝડપ્યો

આ પણ વાંચો:ડાયમંડ સીટીમાં વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા, વીણવા માટે લોકોની પડાપડી