Not Set/ આતંકવાદ અને ક્રિકેટ એકસાથે નહિ ચાલી શકે : સુષ્મા સ્વરાજ

સોમવારે મળેલી સંસદીય સલાહકાર સમિતિની બેઠકમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણીને લઇ નિવેદન આપ્યું હતું. વિદેશ મંત્રીએ આ અંગે સંકેત આપતા જણાવ્યું કે, “ભારત અને પાકિસ્તાન વચ્ચેની કોઈ પણ દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી અશક્ય છે, જ્યાં સુધી પાકિસ્તાન ક્રોસ-બોર્ડર આતંકવાદ અને ફાયરિંગ નહીં કરે”. આ ઉપરાંત વિદેશ મંત્રીએ ભારત-પાક. […]

Top Stories
Sushma Swaraj આતંકવાદ અને ક્રિકેટ એકસાથે નહિ ચાલી શકે : સુષ્મા સ્વરાજ

સોમવારે મળેલી સંસદીય સલાહકાર સમિતિની બેઠકમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણીને લઇ નિવેદન આપ્યું હતું. વિદેશ મંત્રીએ આ અંગે સંકેત આપતા જણાવ્યું કે, “ભારત અને પાકિસ્તાન વચ્ચેની કોઈ પણ દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી અશક્ય છે, જ્યાં સુધી પાકિસ્તાન ક્રોસ-બોર્ડર આતંકવાદ અને ફાયરિંગ નહીં કરે”.

આ ઉપરાંત વિદેશ મંત્રીએ ભારત-પાક. ક્રિકેટ સિરીઝ અંગે સ્પષ્ટ સંકેત આપતા જણાવ્યું કે, “આતંકવાદ અને ક્રિકેટ એકસાથે નહિ ચાલી શકે”.

આ બેઠક દરમિયાન સુષ્મા સ્વરાજે જણાવ્યું કે, તે પાકિસ્તાનના રાજદૂતને મળ્યા હતા અને તેમને સૂચન કર્યું હતું કે બન્ને દેશોએ માનવતાવાદી સંબંધના પાસાના ભાગરૂપે ૭૦ વર્ષથી વધુ વયના સ્ત્રીઓ અથવા માનસિકતાના કેદીઓને મુક્ત કરવામાં આવે.