Kutch/ કચ્છમાં આવ્યો તીવ્ર ભૂકંપનો આચકો, જાણો શું છે સમગ્ર વિગત

છેલ્લા કેટલાક સમયથી વિશ્વના ઘણા દેશોમાં ભૂકંપની ઘટનાઓને કારણે ભારે નુકસાન થયું છે.

Top Stories Gujarat Breaking News
Beginners guide to 8 2 કચ્છમાં આવ્યો તીવ્ર ભૂકંપનો આચકો, જાણો શું છે સમગ્ર વિગત

છેલ્લા કેટલાક સમયથી વિશ્વના ઘણા દેશોમાં ભૂકંપની ઘટનાઓને કારણે ભારે નુકસાન થયું છે. ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપની ઘટનાઓ સતત જોવા મળી રહી છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકાના સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં ઘણી વખત ભૂકંપ આવી રહ્યા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

તીવ્રતા શું હતી?

આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 નોંધાઈ હતી. અત્યાર સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

ભૂકંપ શા માટે થાય છે?

હાલના સમયમાં દેશ અને દુનિયાના ઘણા વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં, આપણી પૃથ્વીની અંદર 7 ટેકટોનિક પ્લેટો છે. આ પ્લેટો પોતાની જગ્યાએ સતત ફરતી રહે છે. જો કે, ક્યારેક સંઘર્ષ અથવા ઘર્ષણ થાય છે. આ કારણથી ધરતી પર ભૂકંપની ઘટનાઓ જોવા મળે છે.ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 22 કિમી દૂર માનવામાં આવ્યું છે ત્યારે હજી સુધી કોઈને ઈજાના સમાચાર સામે આવ્યા નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે

આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો