Murder/ સુરતમાં યુવાનને ટામેટું માંગવું પડ્યું મોંઘુ, બદલામાં મળ્યું મોત

સુરતના લસકાણા વિસ્તારમાં હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. માત્ર ટામેટા માંગવાની બાબતમાં જ બંને પાડોશીઓ ઝગડ્યા હતા. અને ઝઘડાએ ઉગ્ર સ્વરૂપધારણ કરી લીધું હતું. જેમાં ટામેટા માંગવા આવનાર યુવકને ચપ્પુનાં ઘા ઝીંકતા ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના અને લસકાણા બાપા સીતારામ હોલની પાછળ દ્વારકેશ….

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 28T123056.778 સુરતમાં યુવાનને ટામેટું માંગવું પડ્યું મોંઘુ, બદલામાં મળ્યું મોત

@Divyesh Parmar

Surat News: સુરતના લસકાણા વિસ્તારમાં ટામેટા (Tomato) માંગવાના સામાન્ય ઝઘડામાં બે પડોશીનો ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં એક પડોશીએ બીજા પડોશીને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે પડોશીનું સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે મોત (Death)થયું હતું. ઘટનાને પગલે સરથાણા પોલીસે (Sarthana Police) હત્યાનો (Murder)ગુનો નોંધી હત્યારા પાડોશીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

WhatsApp Image 2024 01 28 at 12.28.31 PM સુરતમાં યુવાનને ટામેટું માંગવું પડ્યું મોંઘુ, બદલામાં મળ્યું મોત

સુરતના લસકાણા વિસ્તારમાં હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. માત્ર ટામેટા માંગવાની બાબતમાં જ બંને પાડોશીઓ ઝગડ્યા હતા. અને ઝઘડાએ ઉગ્ર સ્વરૂપધારણ કરી લીધું હતું. જેમાં ટામેટા માંગવા આવનાર યુવકને ચપ્પુનાં ઘા ઝીંકતા ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું.

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના અને લસકાણા બાપા સીતારામ હોલની પાછળ દ્વારકેશ સોસાયટીમાં ભાડાની રૂમમાં રહેતા 40 વર્ષીય બિઘાધરા પાંડવ શ્યામલ 26મી રાત્રે તેના પડોશી કાળુગુરુ સંતોષગુરુ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં હત્યારાએ ચપ્પુના બે ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે પાડોશી બિઘાધરાનું ઘટના સ્થળે મોત થયું હતું. બિધાધરા અને કાલુગુરુ બને પાડોશી હતા. જે દરમ્યાન બિઘાધરાના ઘરે રાત્રીના સમયે મહેમાન આવ્યા હતા. જેથી પાડોશમાં રહેતા કાલુરામને ત્યાં ટામેટા માંગવા ગયો હતો. જોકે રાત્રિના સમયે કાલુગુરુ પોતાના ઘરનો દરવાજો નહીં ખોલતા બિઘાધરા ત્યાંથી પરત આવી ગયો હતો .

જોકે ત્યારબાદ સવારે રાત્રીના સમયે દરવાજો નહીં ખોલવા બાબતે બિઘધરા અને કાલુગુરુ વચ્ચે બોલાચાલી થઈ હતી.. કાલુગુરુએ બિઘાધરાને ટામેટા માંગવા કેમ આવ્યો તેવું કહી રકઝક કરી હતી..તે દરમ્યાન આવેશમાં આવી કાલુગુરુએ બીધાધરાને પેટના ભાગે ચપ્પુ મારી દીધું હતું. ગંભીર ઇજાના પગલે બીધાધરાને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું.

મહત્વનું છે કે હત્યારો કાલુગુરુ પોતે પણ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો છે. મૃતક અને હત્યારો બન્ને સંચા મશીનમાં મજૂરીકામ કરતા હતા. હત્યાને પગલે સરથાણા પોલીસે હત્યારા કાળુગુરુ સંતોષગુરુને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા હરણી હોનારતમાં સૌથી મોટો ખુલાસો,શાળાએ પ્રવાસની મંજૂરી જ નહોતી લીધી

આ પણ વાંચો:UP-Seat Deal/યુપીમાં સપા-કોંગ્રેસ વચ્ચે ડીલ ફાઇનલ, કોંગ્રેસ 11 બેઠક પર લડશે

આ પણ વાંચો:Ayodhya Aastha Special Trains/રામ ભક્તોને રેલવેની ભેટ, દેશના ખૂણે-ખૂણેથી દોડશે અયોધ્યા સુધી આસ્થા સ્પેશિયલ ટ્રેન