Election/ કોંગ્રેસ અમદાવાદની કઇ કઇ બેઠકો પર નથી લેવા માંગતી કોઇ ચાન્સ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઈને કોંગ્રેસ આજે તેની પ્રથમ યાદી મોડી સાંજ અથવા આવતીકાલ સવાર સુધી જાહેર કરે તેવી શક્યતાઓ છે . 28 અને 31 જાન્યુઆરી એ કોંગ્રેસની 6 મહાનગરપાલિકા

Ahmedabad Gujarat Trending
pjimage કોંગ્રેસ અમદાવાદની કઇ કઇ બેઠકો પર નથી લેવા માંગતી કોઇ ચાન્સ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઈને કોંગ્રેસ આજે તેની પ્રથમ યાદી મોડી સાંજ અથવા આવતીકાલ સવાર સુધી જાહેર કરે તેવી શક્યતાઓ છે. 28 અને 31 જાન્યુઆરી એ કોંગ્રેસની 6 મહાનગરપાલિકા માટેની મંથન બેઠક યોજાઇ હતી. તો આ વખતે કોંગ્રેસ કેટલાક નવા શિક્ષિત તેમજ યુવાન ચહેરાઓને સ્થાન આપી શકે છે. તો NSUI ના 3 અને યુથ કોંગ્રેસના 5 યુવાનો ને અમદાવાદમાં ચૂંટણી લડવાની તક આપી શકે છે. સાથે જ જો અમદાવાદ મહાનગર પાલિકાની વાત કરવામાં આવે તો કેટલાક ચહેરાઓ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે. જેમાં…
ચાંદખેડા થી રાજશ્રી કેસરી
વિરાટનગર થી રણજીત બારડ
સરદારનગર થી ઓમપ્રકાશ તિવારી 
નિકોલ થી ડોનિકા સવાણી 
સેજપુર બોઘા થી છાયા બેન સોનવણે
દાણીલીમડા થી સેજાદ ખાન પઠાણ
બહેરામપુરા થી કમલાબેન ચાવડા 
ઇન્ડિયા કોલોની થી યશવંતકુમાર યોગી
જમાલપુર થી શાહનવાઝ શૈખ 
આ તમામ દાવેદારો નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે. અને માટે જ કહી શકાય કે કોંગ્રેસ અમદાવાદની આ બેઠકો પર નો રીપીટ થિયરોનું પલ્લુ જાળીને આગળ વધી શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…