બાહુબલી અને આરઆરઆર જેવી સારી ફિલ્મો આપ્યા બાદ એસએસ રાજામૌલી નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ વખતે એસએસ રાજામૌલીએ એવી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે, જે ન માત્ર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવે પરંતુ સિનેમા જગતનો સૌથી મોટો એવોર્ડ ઓસ્કર પણ જીતી શકે. હા…એસએસ રાજામૌલીએ મેડ ઇન ઇન્ડિયા નામની ફિલ્મની જાહેરાત કરી છે. ગણેશ ચતુર્થીના અવસર પર એસએસ રાજામૌલી મૂવીઝે સોશિયલ મીડિયા પર તેમની નવી ફિલ્મની પ્રથમ ઝલક પણ રિલીઝ કરી છે.
બની રહી છે ભારતીય સિનેમાની બાયોપિક
એસએસ રાજામૌલીની નવી ફિલ્મ મેડ ઈન ઈન્ડિયા મૂવી ભારતીય સિનેમાની બાયોપિક બનવા જઈ રહી છે. અત્યાર સુધી ભારતીય સિનેમા જગતમાં ઘણી બાયોપિક બની છે, પરંતુ આ પહેલીવાર બનવા જઈ રહ્યું છે જ્યારે ભારતીય સિનેમા ઈન્ડસ્ટ્રીની બાયોપિક બનવા જઈ રહી છે. આ ફિલ્મના નિર્દેશનની જવાબદારી રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નીતિન કક્કરને સોંપવામાં આવી છે. તો મેક્સ સ્ટુડિયોના વરુણ ગુપ્તા અને શોઈંગ બિઝનેસના કાર્તિકેય પ્રોડક્શન સંભાળશે.
નવી ફિલ્મનું ટીઝર કર્યું શેર
એસએસ રાજામૌલી ફિલ્મ્સે પણ ગણેશ ચતુર્થીના શુભ અવસર પર તેમની નવી ફિલ્મ મેડ ઇન ઇન્ડિયાનું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. ટીઝરની સાથે, એસએસ રાજામૌલીએ લખ્યું, જ્યારે મેં પહેલીવાર નરેશન સાંભળ્યું, ત્યારે તેણે મને પહેલા જેવો ભાવુક બનાવી દીધો. બાયોપિક બનાવવી એ પોતે જ એક મુશ્કેલ કાર્ય છે, પરંતુ ભારતીય સિનેમાના પિતાની કલ્પના કરવી તેનાથી પણ વધુ પડકારજનક છે. અમારા છોકરાઓ આ માટે તૈયાર છે. ખૂબ જ ગર્વ સાથે રજૂ કરી રહ્યાં છીએ ‘મેડ ઇન ઇન્ડિયા’. તમને જણાવી દઈએ કે, એસએસ રાજામૌલીની છેલ્લી ફિલ્મ RRR એ ઓસ્કરમાં ધૂમ મચાવી હતી અને નટુ-નટુ ગીત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓસ્કરની સાથે ઘણા એવોર્ડ પણ જીત્યા હતા.
આ પણ વાંચો:pre wedding/પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના પ્રી-વેડિંગ ફંક્શન્સ શરૂ,તૈયારીઓ પૂરજોશમાં
આ પણ વાંચો:Nia Sharma/ નિયા શર્માએ બર્થડે પાર્ટીમાં જાહેરમાં કરી લિપ કિસ, તસવીર થઈ રહી છે વાયરલ
આ પણ વાંચો:Actor Kamal Haasan/અભિનેતા કમલ હસનને મળ્યો ‘બેસ્ટ સિંગર’નો એવોર્ડ, શું તમે તેના આ હિન્દી ગીતો સાંભળ્યા છે?