છત્તીસગઢ/ લિવ ઈન રિલેશનશીપ ભારતીય સંસ્કૃતિ માટે ‘કલંક’ છેઃ હાઈકોર્ટ

કોર્ટે લિવ ઈન રિલેશનશીપને ‘કલંક’ ગણાવ્યું છે. કોર્ટે કહ્યું છે કે આ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે.

India Trending Breaking News
YouTube Thumbnail 2024 05 08T144417.815 લિવ ઈન રિલેશનશીપ ભારતીય સંસ્કૃતિ માટે 'કલંક' છેઃ હાઈકોર્ટ

Chhattisgarh  News: છત્તીસગઢ હાઈકોર્ટે (Chhattisgarh High Court)  લિવ ઈન રિલેશનશીપ (Live In Relationship) ને લઈને મહત્વનો નિર્ણય સંભળાવતા કોર્ટે લિવ ઈન રિલેશનશીપને ‘કલંક’ ગણાવ્યું છે. કોર્ટે કહ્યું છે કે આ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે. હાઈકોર્ટે તેની ટિપ્પણીમાં કહ્યું કે આ પશ્ચિમી દેશ દ્વારા લાવવામાં આવેલ વિચારસરણી છે, જે ભારતીય રિવાજોની સામાન્ય અપેક્ષાઓથી વિરુદ્ધ છે. છત્તીસગઢ હાઈકોર્ટે દંતેવાડા સાથે જોડાયેલા એક કેસમાં આ નિર્ણય આપ્યો છે.

લિવ ઈન રિલેશનશિપ પર કોર્ટની કડક ટિપ્પણી

જસ્ટિસ ગૌતમ ભાદુરી અને સંજય એસ અગ્રવાલની ડબલ બેન્ચે લિવ ઈન રિલેશનશીપમાંથી જન્મેલા બાળકની કસ્ટડીના મામલામાં કડક ટિપ્પણી કરી હતી. હકીકતમાં, પિતાએ બાળકની કસ્ટડીને લઈને હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ જ કેસની સુનાવણી બાદ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. આકરી ટીપ્પણી કરતાં કોર્ટે કહ્યું હતું કે સમાજના કેટલાક વર્ગોમાં અપનાવવામાં આવેલ લિવ ઈન રિલેશનશીપ હજુ પણ ભારતીય સંસ્કૃતિમાં કલંક સમાન છે, કારણ કે લિવ ઈન રિલેશનશીપ એક આયાતી ખ્યાલ છે,જે . ભારતીય રિવાજની સામાન્ય અપેક્ષાઓથી વિરુદ્ધ છે.

“કોર્ટ તેની આંખો બંધ કરી શકતી નથી”

કોર્ટે કહ્યું કે વિવાહિત વ્યક્તિ માટે લિવ ઈન રિલેશનશીપમાંથી બહાર આવવું ખૂબ જ સરળ છે. આવા કિસ્સાઓમાં, કોર્ટ આ ત્રાસદાયક લિવ ઈન રિલેશનશીપમાંથી બચી ગયેલી વ્યક્તિ અને તે સંબંધમાંથી જન્મેલા બાળકોની દુર્દશા પ્રત્યે આંખો બંધ કરી શકતી નથી. કોર્ટે આ સંબંધને ભારતીય માન્યતાઓ વિરુદ્ધ ગણાવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોર્ટમાં 13 મહિનાના બાળકને જમીન પર ફેંકી દીધો, જજ રહી ગયા સ્તબ્ધ

આ પણ વાંચો:ઉત્તર-પૂર્વના લોકો ચીન જેવા, દક્ષિણના લોકો આફ્રિકન… સામ પિત્રોડાએ ફરી છેડ્યો વિવાદ

આ પણ વાંચો:દિલ્હી હાઈકોર્ટે જાહેર હિતની અરજી ફગાવી, ફટકાર્યો એક લાખનો દંડ

આ પણ વાંચો:કોંગ્રેસ પાર્ટીને PM મોદીનો વેધક સવાલ ‘કેમ અચાનક અદાણી-અંબાણીનું નામ લેવાનું બંધ કર્યુ’