Gujarat High Court/ સુરતનો સૌથી ચકચારી 15 લાખની નશાની ગોળીઓને એક્સપોર્ટ કરવાનો મામલો 

માથાના દુખાવા કે શરીર તૂટવાના વખતે ડોક્ટર તરફથી સામાન્ય મેડિસિન લખીને આપવામાં આવે છે અને તે મેડિસિન લઈને મોટાભાગના લોકોને માથાનો દુખાવો દૂર થઇ જતો હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે નશાની દુનિયામાં રહેતા ઈસમો આવી મેડિસીનનો ઉપયોગ નશો કરવા માટે લેતા હોય છે.માર્કેટમાં ઘણી બધી કંપનીઓની મેડિસિન વેચાઈ રહી છે જેનો વધારે પડતો […]

Ahmedabad Gujarat
Ahmedabad gangrape case: victim's father filed petition in High Court, demanded impartial inquiry

માથાના દુખાવા કે શરીર તૂટવાના વખતે ડોક્ટર તરફથી સામાન્ય મેડિસિન લખીને આપવામાં આવે છે અને તે મેડિસિન લઈને મોટાભાગના લોકોને માથાનો દુખાવો દૂર થઇ જતો હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે નશાની દુનિયામાં રહેતા ઈસમો આવી મેડિસીનનો ઉપયોગ નશો કરવા માટે લેતા હોય છે.માર્કેટમાં ઘણી બધી કંપનીઓની મેડિસિન વેચાઈ રહી છે જેનો વધારે પડતો ઉપયોગ કરવાથી તમને ભારે ઊંઘ આવશે અને થોડાક કલાકો નહિ બે ત્રણ દિવસ સુધી તે દવાના ઓવર ડોઝથી બેભાન અવસ્થામાં પડ્યા રહેશો. આવી મેડિસીનનો વધારે પડતો ઉપયોગ કરવાથી તમારી કિડની ફેલ થઇ શકે છે તમને બ્રેન હેમરેજ પણ થઇ શકે છે. આટલી ગંભીર તેની આડઅસરો હોવા છતાં પણ નશાખોરો તેનો બિન્દાસ્ત પણે તેનો ઉપયોગ કરી રહ્યા છે અને હાથે રહીને પોતાનો જીવન બરબાદ કરી રહ્યા છે.

તાજેતરની જો વાત કરવામાં આવે તો સુરત પાસેના સોનગઢ ગામે અરડોર ડ્ગ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ફાર્માસૂટિકલ કંપની આવેલી છે. કંપનીમાંથી ટ્રેમેડોલ નામની દવા બનાવામાં આવતી હતી.આ દવાનો ઉપયોગ નશાખોરો આડકતરી રીતે નશા માટે વાપરતા હોય છે. જેથી ડિરેક્ટર ઓફ રેવેન્યુ ઇન્ટિલિજેન્સએ બાતમીના આધારે હજીરા પોર્ટ ઉપરથી 15 લાખ ગોળીનો જથ્થો કે જે એક્સપોર્ટ થઇ રહ્યો હતો તેજ વખતે દરોડા પાડીને કંપનીના 3 ડિરેક્ટર , 1 કેમિસ્ટ અને 1 એજન્ટ સહીત પાંચ લોકોની ધરપકડ કરી હતી. તપાસ  એજન્સીએ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે , આ કંપનીએ અગાઉ પણ 60 લાખ જેટલી ટેબ્લેટ નો જથ્થો એક્સપોર્ટ કર્યો હતો અને ગોળીઓ સાઈકોટ્રોપિક સબ્સટેનસ ગણાતી હોય પોલીસે પાંચેય આરોપીઓની સામે એનડીપીએસ એક્ટની કલમો મુજબની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

કંપનીના મુખ્ય ડિરેક્ટર હર્ષલ દેસાઈએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. આરોપી તરફથી સિનિયર વકીલ પી.એમ. લાખાણી તેમજ તેમની ટીમે કોર્ટની સમક્ષ મૌખિક દલીલ અને લેખિત પુરાવા રજૂ કર્યા હતા. હાઇકોર્ટે સરકાર પક્ષના વકીલ તેમજ બચાવ પક્ષના વકીલને ઘ્યાનપૂવક સાંભળ્યા બાદ કેસની પરિસ્થિતિને અનુરૂપ આરોપી હર્ષલ દેસાઈ ના જામીન મંજુર કરવાનો હુકમ જાહેર કર્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…