Dharoi dam/ મહેસાણામાં ધરોઈ ડેમ ભરાવવાની તૈયારીમાઃ પાણીની નોંધપાત્ર આવક

સતત વરસી રહેલા વરસાદના કારણે મહેસાણામાં આવેલા મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં જોરદાર વધારો થયો છે, ધરાઇ ડેમમાં 56.24 % જળ સ્ટૉક થઇ ગયો છે.

Top Stories Gujarat
Dharoi dam મહેસાણામાં ધરોઈ ડેમ ભરાવવાની તૈયારીમાઃ પાણીની નોંધપાત્ર આવક

સતત વરસી રહેલા વરસાદના કારણે Dharoi Dam મહેસાણામાં આવેલા મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં જોરદાર વધારો થયો છે, ધરાઇ ડેમમાં 56.24 % જળ સ્ટૉક થઇ ગયો છે. ધરોઈ ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટની હોય છે, જ્યારે હાલમાં ડેમમાં 609.13 ફૂટની જળ સપાટી સુધી પાણીની આવક પહોંચી ગઇ છે. ધરોઇ ડેમમાં અત્યારે 14722 ક્યૂસેક પાણીની આવક ચાલુ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. આ વરસાદથી રાજ્યના મોટા ભાગના નદી-નાળા અને ડેમો છલકાઇ ગયા છે. હવે સમાચાર છે કે, ઉત્તર ગુજરાતમાં આવેલા ધરોઇ ડેમ પોતાની હાઇએસ્ટ સપાટીની નજીક પહોંચી ગયો છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં Dharoi Dam આજે પણ વરસાદી માહોલ રહેશે જો કે 2 જુલાઇ બાદ ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે, બાદ 5 જુલાઇ સુધી રાજ્યમાં સમાન્ય છુટછવાયો વરસાદ રહેશે. હવામાન વિભાગની માહિતી મુજબ ઓફ શ્યોર અને સાઈસર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ હોવાથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાનો અનુમાન છે અને આવતીકાલથી ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે.

જૂનના અંત અને જુલાઇની શરૂઆતમાં ગુજરાતમાં Dharoi Dam ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જામનગર અને જૂનાગઢ તેમજ કચ્છમાં ભારે વરસાદ વરસ્યો. ચોમાસાના પ્રારંભે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. સૌથી વધુ કચ્છ જિલ્લામાં 88 ટકા વરસાદ વરસ્યો, તો સૌરાષ્ટ્રમાં 41 ટકાથી વધુ વરસાદ પડ્યો. દક્ષિણ ગુજરાતમાં 20.81 ટકા, ઉત્તર ગુજરાતમાં 27.65 ટકા અને મધ્ય ગુજરાતમાં 16.59 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

 

આ પણ વાંચોઃ ક્રુઝનું લોકાર્પણ/ અમદાવાદને આજે મળશે નવું નજરાણું, સાબરમતી રિવરફ્રન્ટમાં CM ના હસ્તે તેનું લોકાર્પણ, જાણો શું છે વિગત

આ પણ વાંચોઃ Manipur Violence/ …હિંસા પાછળ મુખ્યમંત્રી બિરેન સિંહે કહ્યું- બધું પૂર્વ આયોજિત લાગે છે

આ પણ વાંચોઃ ગામલોકો બન્યા વાસુદેવ/ એમ્બ્યુલન્સ ન પહોંચી શકી, લોકોએ ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જવા માનવ સાંકળ રચી

આ પણ વાંચોઃ વરસાદ બન્યો આફત/ બે ખેડૂતોએ 18 કલાક વીજ થાંભલાનો સહારો લીધો; IAF એ બચાવ કર્યો

આ પણ વાંચોઃ આની ચોરી હોય…?/ 8 મહિનાથી મહિલાના અંડરગાર્મેન્ટ્સ ચોરાઈ રહ્યા હતા, ચોરને પકડવા કરી આ યુક્તિ