શુક્રવારે તિરુવનંતપુરમથી કોચી જતા એર ઇન્ડિયાનું વિમાન શુક્રવારે જોરદાર પવનમાં અટવાઈ જવાથી સાધારણ રીતે નુકસાન પામ્યુ હતું. જો કે આ એર ઈન્ડિયાનાં વિમાનને સલામત રીતે ઉતરાણ કરવામાં આવેલ છે. તેમાં 172 મુસાફરો હતા અને બધા સુરક્ષિત છે.
અધિકારીઓએ શનિવારે કહ્યું હતું કે એર ઇન્ડિયાનાં સલામતી વિભાગ આ મામલે વિગતવાર તપાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, એર ઇન્ડિયાની કોચીથી દિલ્હી થઈને તિરુવનંતપુરમ જતી ફ્લાઇટ A 1467 જ્યારે ભારે પવનમાં ફસાઇ ગઈ હતી જ્યારે તે તિરુવનંતપુરમથી કોચી જઇ રહી હતી. આ સમય દરમિયાન A 321 વિમાનને સાધારણ નુકસાન થયું હતું. તેને તાત્કાલિક ઉતારવામાં આવ્યુ અને નિરીક્ષણ કરાયું. જેના કારણે પરત ફ્લાઇટ લગભગ ચાર કલાક મોડી પડી હતી.
એરલાઇન સુત્રોએ જણાવ્યું હતું કે, 17 સપ્ટેમ્બરે નવી દિલ્હીથી વિજયવાડા જતા એર ઇન્ડિયા વિમાન પણ ખરાબ હવામાનનો શિકાર બન્યું હતું. વિમાનમાં 174 મુસાફરો સવાર હતા. ક્રૂ મેમ્બર્સ મુસાફરોને ખાવા પીવા પીરસતા હતા ત્યારે આ ઘટના બની હતી. જેમા ક્રૂ સભ્યોને ઇજાઓ પહોંચી હતી અને આ ઘટના દરમિયાન વિમાનને પણ નુકસાન થયું હતું, પરંતુ કોઈ મુસાફરોને ઇજા પહોંચી નહોતી. હકીકતમાં, આ ફટકો એટલો તીવ્ર હતો કે ક્રૂ મેમ્બર્સ ખાણી-પીણીની ચીજો સાથે પડી ગયા હતા અને બધી ચીજો તૂટી ગઈ હતી. શૌચાલયનો કમોડ પણ તૂટી ગયો હતો. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.