Not Set/ પેસેન્જરો નહિ મળતા એર ઇન્ડિયાએ અમદાવાદ-ચેન્નાઈ ફ્લાઇટ બંધ કરી

દેવામાં ડૂબેલી એર ઇન્ડિયાએ અમદાવાદથી ચેન્નાઈની ડેઈલી ફ્લાઇટ બંધ કરી દીધી છે. આ ફ્લાઇટે અમદાવાદ એરપોર્ટ પરથી ચેન્નાઈ જવા ગત નવમી નવેમ્બરનાં રોજ બપોરે 3.00 કલાકે છેલ્લી ઉડાન ભરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પેસેન્જર નહિ મળતા આ ફ્લાઈટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એર ઇન્ડિયાએ આ ફ્લાઇટ ગત જૂન મહિનાની આસપાસ […]

Top Stories Ahmedabad Gujarat
air india facebook 042218072821 પેસેન્જરો નહિ મળતા એર ઇન્ડિયાએ અમદાવાદ-ચેન્નાઈ ફ્લાઇટ બંધ કરી

દેવામાં ડૂબેલી એર ઇન્ડિયાએ અમદાવાદથી ચેન્નાઈની ડેઈલી ફ્લાઇટ બંધ કરી દીધી છે. આ ફ્લાઇટે અમદાવાદ એરપોર્ટ પરથી ચેન્નાઈ જવા ગત નવમી નવેમ્બરનાં રોજ બપોરે 3.00 કલાકે છેલ્લી ઉડાન ભરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પેસેન્જર નહિ મળતા આ ફ્લાઈટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એર ઇન્ડિયાએ આ ફ્લાઇટ ગત જૂન મહિનાની આસપાસ શરૂ કરી હતી.

અમદાવાદથી ચેન્નાઈ માટે ગો એર, ઇન્ડિગો, અને સ્પાઇસ જેટ જેવી લો કોસ્ટ એરલાઇનની સાત ફ્લાઇટો ડેઇલી ઓપરેટ કરે છે જે પેસેન્જરને વન-વે 2900 થી 4000માં ટિકિટ આપે છે. બીજી તરફ એર ઇન્ડિયા ઉંચા ભાવે ટિકિટ આપતી હોવાથી પેસેન્જરો મળતા નહોતા.

ઘણી વખત અમદાવાદમાં પેસેન્જરો પણ એકદમ ઓછા હોવા છતાં પણ ઓપરેટ કરવી પડતી હતી આમ ઓપરેટીંગ કોસ્ટ પણ આ સેક્ટરમાં પોષાય તેમ ન હોવાથી કોઇ જાહેરાત કર્યા વિના રાતોરાત આ ફ્લાઇટ સિસ્ટમ પરથી હટાવી દીધી. એર ઇન્ડિયાએ તેમના લાગતા વળગતા એજન્ટોને મેલ કરી જાણ કરી દીધી છે, જેથી જેમને એડવાન્સ બુકીંગ કરાવ્યું છે તેમને પુરેપુરૂ રિફંડ કે તેમને સવારની અન્ય ફ્લાઇટમાં ટિકિટ ટ્રાન્સફર કરી આપવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

એર ઇન્ડિયાનાં એક અધિકારીએ જણાવ્યું કે આર્થિક સંકટનો સામનો કરી રહેલી એર ઇન્ડિયા ખાનગી એર લાઇન કંપનીઓ સામે ટક્કર આપી શકે તેમ ન હોતી તેમજ એરક્રાફ્ટની અછત હોવાથી પેસેન્જર ન મળતા ચેન્નાઇનું આ સેકટર છ મહિનામાં બંધ કરવાની ફરજ પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.