ગામલોકો બન્યા વાસુદેવ/ એમ્બ્યુલન્સ ન પહોંચી શકી, લોકોએ ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જવા માનવ સાંકળ રચી

રીપોર્ટર @કાર્તિક વાઝા, ઊના, ગીર સોમનાથ   રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાનની આગાહીને લઈને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે ગીર સોમનાથ જીલ્લાના ઉનાનું ખત્રીવાળા ગામ રૂપેણ નદીમાં પુરથી બે ભાગમાં વહેચાઈ સંપર્ક વિહોણું બન્યું હતુ. ત્યારે ધસમસતા પ્રવાહમાં ગામલોકોએ  સગર્ભા મહિલાનું રેસ્ક્યું ઓપરેશન કર્યું હતું. સૌરાષ્ટ્રમાં […]

Top Stories Gujarat Others
એમ્બ્યુલન્સ ન પહોંચી શકી, લોકોએ ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જવા માનવ સાંકળ રચી

રીપોર્ટર @કાર્તિક વાઝા, ઊના, ગીર સોમનાથ

 

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાનની આગાહીને લઈને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે ગીર સોમનાથ જીલ્લાના ઉનાનું ખત્રીવાળા ગામ રૂપેણ નદીમાં પુરથી બે ભાગમાં વહેચાઈ સંપર્ક વિહોણું બન્યું હતુ. ત્યારે ધસમસતા પ્રવાહમાં ગામલોકોએ  સગર્ભા મહિલાનું રેસ્ક્યું ઓપરેશન કર્યું હતું.

એમ્બ્યુલન્સ ન પહોંચી શકી, લોકોએ ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે સાંકળ રચી

સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદને પગલે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. ત્યારે ઉનામાં ભારે વરસાદને પગલે ખત્રીવાડા ગામને ચારે બાજુ રુપેણ નદીના પાણી કોઝ-વે પર પણ ફરી વળ્યા સંપર્ક વિહોણું થયું હતું. રસ્તો બંધ થવાથી ગામની એક સગર્ભા મહિલાને ધસમસતા પ્રવાહમાં ગામલોકોએ જીવનના જોખમે માનવસાંકળ રચી રેસ્ક્યું કર્યું હતું.  મહિલાને સામે કાંઠે સુરક્ષિત રીતે ટ્રેક્ટરમાં બેસાડી તેને દવાખાને પહોંચાડાઈ હતી અને ત્યારબાદ સનખડા ગામે 108 દ્વારા હોસ્પિટલ પહોંચાડાવામાં આવી હતી.

પાણીના પ્રવાહ વચ્ચે જીવનના જોખમે માનવસાંકળ રચી પ્રસુતાને લઇ જતો આ વીડિયો વાયરલ થયો છે.