Not Set/ રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો,છેલ્લા 24 કલાકમાં નવા 18 કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા સક્રમણના  18 કેસ નોંધાયા છે જે ગઇકાલની સરખામણીમાં નજીવો ઘટાડો જોવા મળે છે

Top Stories
cooooorona રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો,છેલ્લા 24 કલાકમાં નવા 18 કેસ

 ગુજરાતમાં હાલ નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે સરકારે કોવિડ-19ના નિયમો સાથે શેરી ગરબાને મંજૂરી આપી છે અને કોરોનાને હરાવવા માટે રાજ્ય સરકાર એકશન મૂડમાં જોવા મળી છે અને રાત્રી 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ચાલુ છે,જેના લીધે રાજ્યમાં કોરોનાની સ્થિતિ હાલ સામાન્ય છે કોરોનાના નવા કેસમાં નજીવો ઘટાડો જોવા મળી રહ્યાે છે ,એકદરે રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 18 કેસ નોંધાયા છે.

રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ  અકુંશમાં હોવાથી જનજીવન રાબેતા મુજબ બન્યું છે ,રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા સક્રમણના  18 કેસ નોંધાયા છે જે ગઇકાલની સરખામણીમાં નજીવો ઘટાડો છે. જ્યારે ગુજરાતમાં કુલ કોરોના કેસની સંખ્યા 8,25,644 છે. અને છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કોઇનું મૃત્યુ થયું નથી. આરોગ્ય વિભાગના આંકડા પરથી સ્પષ્ટ છે કે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ સામાન્ય બની છે. રાજ્યમાં કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા પણ વધી છે .કોરોનાને  હરાવીને સાજા થઇને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 17છે.અને કોરોનાથી સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,872 છે. હજુપણ કોરોનાના 183 એક્ટિવ કેસ છે

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર  કોરોનાને લઇને એગ્રેસર જોવા મળે છે, હાલ સરકારે વેક્સિનેશન પર ભાર મુક્યો છે. રાજ્યમાં અનેક સ્થળો પર વેક્સિનેશન સેન્ટર પણ ખોલવામાં આવી રહ્યા છે.અમદાવાદના હોટસ અને રેસ્ટોરેન્ટમાં વેક્સિનના ડોઝ લીધા નહીં હોય તો પ્રેવશ આપવામાં આવશે નહી