Cricket/ અકસ્માત બાદ પ્રથમવાર ઋષભ પંતની પ્રતિક્રિયા આવી સામે, માન્યો બધાનો આભાર

ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની કારને 30 ડિસેમ્બર 2022ના રોજ ભયાનક અકસ્માત થયો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત બાદ રિષભ પંતની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેણે ટ્વિટ કરીને પ્રશંસકો…

Top Stories Sports
Rishabh Pant Reaction

Rishabh Pant Reaction: ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની કારને 30 ડિસેમ્બર 2022ના રોજ ભયાનક અકસ્માત થયો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત બાદ રિષભ પંતની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેણે ટ્વિટ કરીને પ્રશંસકો અને BCCIનો આભાર માન્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે હવે ઓછામાં ઓછા 6-7 મહિના માટે મેદાનથી દૂર રહેવાનો છે.

ઋષભ પંતે ટ્વીટ કરીને લખ્યું કે, ‘હું તમામ સમર્થન અને શુભેચ્છાઓ માટે નમ્ર અને આભારી છું. મને તમને જણાવતા આનંદ થાય છે કે મારી સર્જરી સફળ રહી છે. રિકવરીનો માર્ગ શરૂ થઈ ગયો છે અને હું આગળના પડકારો માટે તૈયાર છું. BCCI જય શાહ અને સરકારી અધિકારીઓનો તેમના અતૂટ સમર્થન બદલ આભાર.

ઋષભ પંત હાલમાં મુંબઈમાં મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે અને તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે, તેણે ઘૂંટણની સર્જરી પણ કરાવી છે. તો અન્ય એક ટ્વિટમાં રિષભ પંતે લખ્યું કે, ‘હૃદય હું મારા બધા ચાહકો, ટીમના સાથી, ડૉક્ટરો અને ફિઝિયોનો તેમના પ્રોત્સાહન માટે આભાર માનું છું.

25 વર્ષીય ઋષભ પંત 30 ડિસેમ્બરની સવારે પોતાની માતાને મળવા દિલ્હીથી રૂરકી જઈ રહ્યો હતો. ત્યારે તેની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ પછી હરિયાણા રોડવેઝના બસ ડ્રાઈવર અને કંડક્ટર પંતને કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગયા. પંત કારમાંથી બહાર નીકળ્યો કે તરત જ તેમાં આગ લાગી ગઈ હતી. તેના MRI સ્કેન રિપોર્ટ નોર્મલ હતો. BCCI પંતના સતત સંપર્કમાં છે. તો આખો દેશ પંતના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યો છે. ઋષભ પંતે વર્ષ 2022માં ટીમ ઈન્ડિયા માટે કુલ 7 મેચ રમી હતી. આ દરમિયાન તેણે 61.81ની એવરેજથી 680 રન બનાવ્યા હતા. તે ટેસ્ટમાં સતત સારો દેખાવ કરી રહ્યો છે. બીજી તરફ ઋષભ પંતે ગયા વર્ષે ભારત માટે 12 વનડેમાં 37.33ની એવરેજથી 336 રન બનાવ્યા હતા. T20ની વાત કરીએ તો આ ફોર્મેટમાં તેણે ગયા વર્ષે 25 મેચ રમીને 21.41ની એવરેજથી માત્ર 364 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: લાલબત્તી સમાન કિસ્સો/સુરતમાં રમતા રમતા ટબમાં ડુબવાથી બાળકીનું મોત