સ્થાનિક સ્વરાજ ચૂંટણી/ સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે હાઈકોર્ટમાં PIL, HCએ માંગ્યા ચૂંટણીપંચ-સરકાર પાસે જવાબ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે હાઈકોર્ટમાં PIL અરજી દેખાલ કરવામાં આવતા રાજકીય ગરમાવો જોવામાં આવી રહ્યો છે. PILને લઇને ગુજરાત હાઈકોર્ટે ચૂંટણી પંચને કારદર્શી નોટીસ ફટકારી છે અને સોગંદનામુ રજૂ કરવા હાઈકોર્ટ દ્વારા સરકારને આદેશ પણ કરવામાં આવ્યો છે. 

Top Stories Gujarat
hc election સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે હાઈકોર્ટમાં PIL, HCએ માંગ્યા ચૂંટણીપંચ-સરકાર પાસે જવાબ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે હાઈકોર્ટમાં PIL અરજી દેખાલ કરવામાં આવતા રાજકીય ગરમાવો જોવામાં આવી રહ્યો છે. PILને લઇને ગુજરાત હાઈકોર્ટે ચૂંટણી પંચને કારદર્શી નોટીસ ફટકારી છે અને સોગંદનામુ રજૂ કરવા હાઈકોર્ટ દ્વારા સરકારને આદેશ પણ કરવામાં આવ્યો છે.

હાઈકોર્ટમાં અરજદાર દ્વારા કરવામાં આવેલી અરજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બેલેટ પેપરથી મતદાન યોજવાની માંગ કરાઈ હતી. હાઈકોર્ટમાં અરજદારની રજુઆત પર સુનાવણી કરવામાં આવી હતી.  વધુ સુનાવણી 10 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.

Ahmedabad: શહેરમાં વધ્યા આત્મહત્યાના બનાવ, બુધવારે ત્રણ લોકોએ ટુંકાવ્યા જીવન

વિગતવાર વાત કરવામાં આવે તો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપેરથી યોજવાની માંગ કરવા માટે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી પર બુધવારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ એજે શાસ્ત્રીની ખંડપીઠે આ મામલે રાજ્યના ચૂંટણી પંચને નોટિસ મોકલીને તેમનો જવાબ માંગ્યો છે. આ મામલે આગામી સુનાવણી 10 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

આરજી અંગે અરજદાર ઈમ્તિયાઝ ખાન પઠાણે તેમના એડવોકેટ કે.આર. કોષ્ટિ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અરજદાર તરફે કરવામાં આવેલી RTIના જવાબમાં રાજ્યના ચૂંટણી પંચે જણાવ્યું છે કે રાજ્યના એકમોની ચૂંટણીમાં VVPATનો ઉપયોગ કરવામાં આવતો નથી. આથી રાજ્યના ચૂંટણી પંચમાં VVPAT ઉપલબ્ધ નથી. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે રાજ્યનું ચૂંટણી પંચ જાહેરાત કરે.

Exclusive / મહાનગરોની ચૂંટણી એટલે સત્તાનાં સેમિફાઈનલ જેવો રસાકસી ભર્યો જંગ

અરજદાર તરફે આ મુદ્દે 1 જાન્યુઆરી 2021ના રોજ રાજ્યના ચૂંટણી પંચને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. જોકે આજ દિવસ સુધી કોઈ જવાબ કે પ્રતિક્રિયા આપવામાં ન આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અરજદારે આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સમક્ષ રાજ્યના ચૂંટણી પંચ પાસેથી સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કરવાના નિર્દેશોની માંગ કરી છે.

અરજદારે PILમાં સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ કેન્દ્રીય ચૂંટણી પંચના કેસના જજમેન્ટને પણ ટાંકયો છે. 19મી સપ્ટેમ્બર 2017ના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચે ભવિષ્યમાં દેશમાં લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ પોલિંગ બુથ પર EVMની સાથે VVPAT મશીનનો ઉપયોગ કરવાનો નિર્દેશ બહાર પાડ્યો હતો. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે રાજ્યનું ચૂંટણી પંચ જાહેરાત કરે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…