Surat/ સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો, જાણો પાલિકાના ચોપડે કેટલા કેસ નોંધાયા

સુરત મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે કે, મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે ચોમાસાની સિઝનમાં પોતાના ઘરની આસપાસ કોઈ પણ જગ્યા પર પાણીનો ભરાવો થાય તો તાત્કાલિક જ

Top Stories Gujarat Surat
Water-borne and mosquito-borne disease increased in Surat, know how many cases were registered in the municipality's book

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. ત્યારે શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલોમાં દિવસેને દિવસે દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ટીમો પણ વધારવામાં આવી છે અને અલગ અલગ જગ્યાઓ પર જ્યાં પાણીનો ભરાવો થતો હોય ત્યાં તપાસ હાથ ધરી મચ્છરના બ્રિડીગનો નાશ કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત લોકોને પણ સુરત મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે કે, મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે ચોમાસાની સિઝનમાં પોતાના ઘરની આસપાસ કોઈ પણ જગ્યા પર પાણીનો ભરાવો થાય તો તાત્કાલિક જ પાણીનો નિકાલ કરવો. આ સાથે જ સુરતમાં ટાઈફોઇડ, કમળો, મેલેરિયા અને ડેન્ગ્યુ સહિતના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. 2022ના જૂન જુલાઈના રોગચાળાના આંકડાની વાત કરવામાં આવે તો જુન 2022માં કમળાના 6, ગેસ્ટ્રોના 22, ટાઈફોઈડના 71, મેલેરિયાના 42 અને ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા હતા. સાથે જુલાઈ 2022ની આંકડાકીય માહિતીની વાત કરવામાં આવે તો કમળાના 4, ગેસ્ટ્રોના 163, ટાઈફોઇડના 82, મેલેરિયાના 88 અને ડેન્ગ્યુના 15 કેસ નોંધાયા હતા.

2023ની આંકડાકીય માહિતી અનુસાર જુન 2023માં કમળાના 3, ગેસ્ટ્રોના 83, ટાઈફોઈડના 48, મેલેરિયાના 36 અને ડેન્ગ્યુના 5 કેસ સુરત મહાનગરપાલિકાના ચોપડે નોંધાયા છે..આ ઉપરાંત જુલાઈ 2023માં કમળાના 3, ગેસ્ટ્રોના 180, ટાઈફોઈડના 40, મેલેરિયાના 60 અને ડેન્ગ્યુના 7 કેસ નોંધાયા છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો હોવાના કારણે સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ એક્શનમાં આવ્યું છે.

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અલગ અલગ જગ્યાઓ પરથી પાણીના સેમ્પલો લઈ તેને લેબોરેટરીમાં તપાસ માટે પણ મોકલવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ જે જે જગ્યા પર પાણીનો ભરાવો થતો હોય ત્યાં પાણીમાં દવા છંટકાવ અથવા તો મચ્છરનો નાશ કરવા માટે પાણીમાં માછલીઓ પણ છોડવામાં આવી રહી છે.

આ પણ વાંચો:Surat/સુરતના સુવાલીના દરિયા કિનારે થી મળ્યો 9 કિલો થી વધુ ચરસનો જથ્થો, સુરત પોલીસે ATS તેમજ કેન્દ્રીય એજન્સીને માહિતી આપી

આ પણ વાંચો:house collapse/જૂનાગઢમાં મકાન ધરાશાયીઃ ચારથી પાંચ દટાયા હોવાની શક્યતા

આ પણ વાંચો:ભાવનગર તોડકાંડ/ભાવનગર તોડકાંડમાં યુવરાજસિંહને રાહતઃ જામીન મંજૂર કરાયા

આ પણ વાંચો:ભારે વરસાદની આગાહી/રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી