india vs new zealand odi series/ ન્યૂઝીલેન્ડ ભારતમાં 34 વર્ષથી વન-ડે સિરીઝ જીત્યું નથી

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બુધવારથી ત્રણ મેચની વનડે સીરીઝ શરૂ થશે. ભારત-ન્યૂઝીલેન્ડ શ્રેણીની પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમનું નેતૃત્વ રોહિત શર્મા કરશે જ્યારે ન્યૂઝીલેન્ડનું નેતૃત્વ ટોમ લાથમ કરશે.

Top Stories Sports
ODI Series
  • બંને દેશ વચ્ચેની છેલ્લી સિરીઝ ભારત 0-1થી હાર્યુ હતુ
  • ભારતે અગાઉની સિરીઝમાં શ્રીલંકાને 3-0થી હરાવ્યું હતું.
  • ભારત-ન્યૂઝી વચ્ચેની 113 મેચમાં ભારત 55 અને ન્યૂઝી. 50માં વિજયી

ODI Series ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બુધવારથી ત્રણ મેચની વનડે સીરીઝ શરૂ થશે. ભારત-ન્યૂઝીલેન્ડ શ્રેણીની પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમનું નેતૃત્વ રોહિત શર્મા કરશે જ્યારે ન્યૂઝીલેન્ડનું નેતૃત્વ ટોમ લાથમ કરશે. ભારતીય ટીમે તાજેતરમાં જ ODI શ્રેણીમાં શ્રીલંકાને 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું અને હવે તેની નજર ન્યૂઝીલેન્ડ સામે જીતનો સિલસિલો ચાલુ રાખવા પર રહેશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે છેલ્લી વનડે સીરીઝ ગયા વર્ષે નવેમ્બરમાં રમાઈ હતી. ત્યારપછી ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગઈ હતી, જ્યાં તેને ત્રણ મેચની શ્રેણીમાં 0-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રેણીની બે મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ બીએસએફે પાક.નું શસ્ત્રો લઈ આવતું ડ્રોન તોડી પાડ્યુ

ભારતીય ટીમ ઘરઆંગણે મજબૂત માનવામાં આવે છે અને તેને હરાવવી ઘણી મુશ્કેલ છે. આ વાત ન્યુઝીલેન્ડની ટીમ સારી રીતે જાણે છે, જે ભારતીય ધરતી પર વનડે શ્રેણી જીતવા માટે 34 વર્ષથી રાહ જોઈ રહી છે. આ 34 વર્ષમાં ન્યુઝીલેન્ડે ભારતમાં 6 વનડે સીરીઝ રમી છે, પરંતુ એક વખત પણ તે વિજેતા બની શકી નથી. ન્યૂઝીલેન્ડે છેલ્લે 2017-18માં ભારતમાં ODI સિરીઝ રમી હતી, જ્યાં તેનો 1-2થી પરાજય થયો હતો. ટોમ લાથમની આગેવાની હેઠળની ન્યુઝીલેન્ડની ટીમ આ વખતે ઈતિહાસના પાના ફેરવવા ઈચ્છશે અને અહીં 34 વર્ષના દુષ્કાળને ખતમ કરીને શ્રેણી પોતાના નામે કરવા ઈચ્છશે.

આ પણ વાંચોઃ આજે ચૂંટણી પંચ આ ત્રણ રાજયોની ચૂંટણીની તારીખ જાહેર કરશે,જાણો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 113 વનડે રમાઈ છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના આંકડામાં જોરદાર મુકાબલો થયો હતો. જ્યારે ભારતીય ટીમે 55 વનડે જીતી છે, જ્યારે કિવી ટીમે 50 મેચ જીતી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સાત મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું જ્યારે એક મેચ ટાઈ રહી હતી. ભારતીય ટીમ હાલમાં જીતના મામલામાં ન્યૂઝીલેન્ડથી 5 મેચ આગળ છે અને તેને 8 બનાવવાનો પ્રયાસ કરશે. સાથે જ એ જોવાનું રહેશે કે ન્યૂઝીલેન્ડની ટીમ આ તફાવતને કેટલો ઓછો કરવામાં સફળ રહેશે.

આ પણ વાંચોઃ

દેશમાં ઈલેક્ટ્રિક વાહનો વધ્યા, આસામ ઇવી-થ્રી વ્હીલરના ઉપયોગમાં ટોચ પર

 શાહબાઝની પલ્ટીઃ પહેલા આર્ટિકલ 370 કાશ્મીરમાં લાવો પછી ભારત સાથે વાતચીત

માઈક્રોસોફ્ટ કંપની આજથી કર્મચારીઓની કરશે છટણી, આટલા હજાર લોકો પ્રભાવિત થશે,જાણો