microsoft company/ માઈક્રોસોફ્ટ કંપની આજથી કર્મચારીઓની કરશે છટણી, આટલા હજાર લોકો પ્રભાવિત થશે,જાણો

સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટ પોતાના કર્મચારીઓને આજથી મોટા પાયે કંપનીમાંથી બહારનો રસ્તો બતાવવા જઈ રહી છે.

Top Stories World
microsoft company

microsoft company:  ગત વર્ષથી મોટી કંપનીઓમાં સ્ટાફની છટણી કરી રહી છે, ટ્વિટર, એમેઝોન, મેટા, ઓલા સહિતની ઘણી મોટી કંપનીઓ બાદ હવે સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટ પોતાના કર્મચારીઓને આજથી મોટા પાયે કંપનીમાંથી બહારનો રસ્તો બતાવવા જઈ રહી છે. રોયટર્સે સ્કાય ન્યૂઝને ટાંકીને આ માહિતી આપી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, માઇક્રોસોફ્ટે તેની કંપનીમાં 5 ટકા (લગભગ 11 હજાર કર્મચારીઓ) હકાલપટ્ટી કરવાની  તૈયારીમાં છે.

માઈક્રોસોફ્ટમાં (microsoft company) આજથી તેના સ્ટાફની છટણી કરશે,જેમાં 11 હજારથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી હાથ ધોવો પડશે.  ઉલ્લેખનીય છે કે કંપનીમાં સૈૈાથી વધુ  છટણીની અસર એન્જિનિયરિંગ વિભાગમાં થશે.  આ નિર્ણયથી હજારો કર્મચારીઓને અસર થશે. મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર, માઇક્રોસોફ્ટમાં છટણી અમેરિકન ટેક્નોલોજી સેક્ટરમાં જોવા મળશે.

રોઇટર્સના અહેવાલ મુજબ, (microsoft company)પર્સનલ કોમ્પ્યુટર માર્કેટ ઘણા ક્વાર્ટરથી ઘટી રહ્યું છે, જેના કારણે વિન્ડોઝ અને ડિવાઇસના વેચાણને નુકસાન થયું છે, જેના કારણે કંપની તેના ક્લાઉડ યુનિટ Azureમાં વૃદ્ધિ દર જાળવી રાખવા દબાણ હેઠળ છે.નોંધનીય છે કે  ગયા વર્ષે જુલાઈમાં માઇક્રોસોફ્ટે કેટલાક કર્મચારીઓને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. ઑક્ટોબર 2022 માં, એક ન્યૂઝ સાઇટ એક્સિઓસના અહેવાલમાં જાણવા મળ્યું હતું કે માઇક્રોસોફ્ટે વિવિધ વિભાગોમાંથી લગભગ 1000 કર્મચારીઓને કાઢી મૂક્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગયા વર્ષે 30 જૂન સુધીમાં, માઇક્રોસોફ્ટમાં 2,21,000 પૂર્ણ-સમયના કર્મચારીઓ હતા, જેમાંથી 1,22,000 યુનાઇટેડ સ્ટેટ્સમાં કાર્યરત હતા, જ્યારે 99,000 આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરી રહ્યા હતા.માઈક્રોસોફ્ટનું આ પગલું એ સંકેત આપી રહ્યું છે કે માઈક્રોસોફ્ટ દ્વારા લેવાયેલું આ મોટું પગલું એ સ્પષ્ટ સંકેત આપી રહ્યું છે કે આગામી સમયમાં ટેક્નિકલ સેક્ટરમાં છટણીની પ્રક્રિયા ચાલુ રહી શકે છે.

Gautam Adani’s Company/ અદાણી હવે લાવશે હાઈડ્રોજનથી ચાલતી ટ્રક, જાણો ક્યારે થશે લોન્ચ

કેબિનેટ બેઠક/ ગાંધીનગરમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે,બજેટ સહિત અનેક મુદ્દા પર થશે ચર્ચા