Not Set/ નિલકંઠ વિવાદનો આવ્યો સુખદ અંત, કોઇ નિવેદન નહીં કરે તેની અપાઇ ખાતરી

નિલકંઠ કે નિલકંઠવર્ણી વિવાદનો આવ્યો અંત રુદ્રેશ્વર આશ્રમ ખાતે યોજાઇ બેઠક સ્વામિનારાયણનાં મહંતો પણ રહ્યા ઉપસ્થિત મહા મંદલેશ્વેરે ઇન્દ્ર ભારતી બાપુએ બોલાવી હતી બેઠક સંતો દ્વારા કોઇ પ્રકારનાં નિવેદનો કરવામાં આવશે નહીં આપવામાં આવી સંતો દ્વારા ખાતરી   કથાકાર મોરારિ બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે છેલ્લા થોડા દિવસથી નિલકંઠ કે નિલકંઠવર્ણી વિવાદ ચાલી રહ્યો હતો, જેનો […]

Top Stories Gujarat Others
pjimage 1 2 નિલકંઠ વિવાદનો આવ્યો સુખદ અંત, કોઇ નિવેદન નહીં કરે તેની અપાઇ ખાતરી
  • નિલકંઠ કે નિલકંઠવર્ણી વિવાદનો આવ્યો અંત
  • રુદ્રેશ્વર આશ્રમ ખાતે યોજાઇ બેઠક
  • સ્વામિનારાયણનાં મહંતો પણ રહ્યા ઉપસ્થિત
  • મહા મંદલેશ્વેરે ઇન્દ્ર ભારતી બાપુએ બોલાવી હતી બેઠક
  • સંતો દ્વારા કોઇ પ્રકારનાં નિવેદનો કરવામાં આવશે નહીં
  • આપવામાં આવી સંતો દ્વારા ખાતરી  

કથાકાર મોરારિ બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે છેલ્લા થોડા દિવસથી નિલકંઠ કે નિલકંઠવર્ણી વિવાદ ચાલી રહ્યો હતો, જેનો હવે અંત આવી ગયો છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલ વચ્ચે બંધબારણે બેઠક યોજાઇ હતી. જેમાં સ્વામિનારાયણનાં સંતોએ મોરારિબાપુ વિશે હવે કોઇ અમારા સંત વિવાદીત નિવેદન નહીં આપે તેવી ખાતરી આપી હતી.

તો સાથે સાથે મોરારીબાપુનાં પક્ષમાં કાલે રૂદ્રેશ્વર જાગીર આશ્રમ, ગિરનાર તળેટી, જૂનાગઢનાં મહંત ઇન્દ્ર ભારતી બાપુ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, મોરારીબાપુ કોઇની પણ માફી નહીં માગે. અને બાદમાં મોરારીબાપુનાં સમર્થનમાં સાધુ સમાજની એક ખાતે જૂનાગઢ ભારતી આશ્રમ ખાતે યોજવાનું એલાન કરવામા આવ્યું હતું.

બેઠક પણ આજે શાંતી પૂર્ણ રીતે યોજાઇ ગઈ છે. અને  કોઈ પણ સ્વામિનારાયણના સંતો, સનાતન ધર્મ વિરૂદ્ધ નિવેદન આપશે નહીં અને તેવી સ્વામિ નારાયણ સંપ્રદાયે પણ ખાતરી આપી છે. જેથી ઘી નાં ઠામમાં ઘી પડ્યા જેવો ક્યાસ સર્જાયો છે અને વિવાદનો સુખદ આંત આવી ગયો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.