New Delhi/ ચીન ભારતની વીજળીની સુવિધાઓને બનાવી રહ્યું છે નિશાન, મુંબઈમાં આવેલું સંકટ છે તેનું ઉદાહરણ : રિપોર્ટ

અમેરિકાની સાઇબર સિક્યોરિટી કંપની રિકૉર્ડેડ ફ્યુચર (Recorded Future)ના રિપોર્ટમાં ભારતની વીજળઈ સપ્લાય લાઇનમાં ચીનની ઘૂસણખોરીનો દાવો કરાયો છે.

Top Stories India
A 20 ચીન ભારતની વીજળીની સુવિધાઓને બનાવી રહ્યું છે નિશાન, મુંબઈમાં આવેલું સંકટ છે તેનું ઉદાહરણ : રિપોર્ટ

અમેરિકાની એક કંપનીએ પોતાના તાજેતરના અહેવાલમાં દાવો કર્યો છે કે ચીનની સરકાર સાથે જોડાયેલા હેકરોના જૂથે ભારત અને ચીન વચ્ચેની સરહદ પર ચાલી રહેલા તણાવ દરમિયાન “માલવેયર” દ્વારા ભારતની પાવરગ્રિડ સિસ્ટમ પર નિશાન સાધ્યું હતું. આશંકા છે કે, ગયા વર્ષે મુંબઇમાં મોટા પાયે વીજ પુરવઠો સ્થગિત થવાનું પાછળનું મુખ્ય કારણ આ જ હતું. હવે મહારાષ્ટ્ર સરકારે આ અહેવાલની નોંધ લીધી છે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે મુંબઈ પોલીસ પાસે તપાસ રિપોર્ટ માંગ્યો છે. તે જ સમયે, મહારાષ્ટ્રના ઉર્જા પ્રધાન નીતિન રાઉતે કહ્યું કે જ્યારે મુંબઈમાં સત્તા નીકળી ત્યારે મેં કહ્યું કે કંઈક ખોટું છે અને તપાસ માટે સમિતિઓની રચના કરવામાં આવી છે. મને લાગે છે કે જે મીડિયા અહેવાલો બહાર આવ્યા છે તે સાચું છે. સાયબર સેલ આજે સાંજનાં 6 વાગ્યા સુધીમાં ગૃહ પ્રધાન દેશમુખને રિપોર્ટ સોંપશે.

આ પણ વાંચો : તમિળનાડુમાં રાહુલ ગાંધીએ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે કર્યો ડાન્સ, જુઓ વીડિયો

અમેરિકાની સાઇબર સિક્યોરિટી કંપની રિકૉર્ડેડ ફ્યુચર (Recorded Future)ના રિપોર્ટમાં ભારતની વીજળી સપ્લાય લાઇનમાં ચીનની ઘૂસણખોરીનો દાવો કરાયો છે. આ કંપની સરકારી એજન્સીઓની સાથે ઇન્ટરનેટના ઉપયોગનો અભ્યાસ કરે છે. કંપનીએ કહ્યું કે, મોટાભાગના ચીની મેલવેયર કયારેય એક્ટિવેટ કરાયા નહોતા. જો કે, રેકોર્ડેડ ફ્યુચર ભારતની પાવર સિસ્ટમની અંદર પહોંચી શકયા નહોતા, આથી તેની તપાસ થઇ શકી નહીં.

રેકોર્ડેડ ફ્યુચરના ચીફ ઓપરેટિંગ ઓફિસર સ્ટુઅર્ટે સોલોમને કહ્યું કે, ચીનના સરકારી હેકર્સી રેડ ઇકો નામની ફર્મે ભારતના એક ડઝનથી વધુ પાવર જનરેશન ટ્રાન્સમિશન લાઇનમાં ઘૂસણખોરી માટે એડવાન્સ સાઇબર હેકિંગ માટે તકનીકોનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કર્યો હતો. એ સમયે જ મુંબઇમાં પાવર ગ્રીડ ફેલ થવાથી વીજળી સપ્લાયમાં અડચણ ઉભી થઇ હતી. જો કે એ સાબિત કરી શકાયું નથી કે, તેની પાછળ સાઇબર એટેક હતો કે કોઇ બીજું કારણ.

આ પણ વાંચો :  PM મોદી બાદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ઉપરાંત આ રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ લીધી વેક્સિન

આપને જણાવી દઈએ કે, ગયા વર્ષે 12 ઑક્ટોબર 2020ની સવારે મુંબઇમાં અચાનક જ વીજળી સપ્લાય બંધ થવાથી હડકંપ મચી ગયો હતો. કયારેય ના થોભનાર મુંબઇ અચાનક થોભી ગયું હતું. વીજળી જતાં કોરોનાનો માર ઝીલી રહેલા મુંબઇની હોસ્પિટલોમાં વેન્ટિલેટર્સે કામ કરવાનું બંધ કરી દીધું હતું. ઓફિસોમાં વીજળી જતા અંધારપટ્ટ છવાઇ ગયો હતો. જો કે 2 કલાકની મહેનત બાદ ફરીથી પાવર સપ્લાયને ચાલુ કરી દેવાયો હતો.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હેકર્સના કેટલાક જૂથો રાજ્યના સુરક્ષા મંત્રાલય (MSS), અથવા ચીનની મુખ્ય ગુપ્તચર અને સુરક્ષા એજન્સી અને પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) સાથે પણ જોડાયેલા છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે વીજ ક્ષેત્ર સિવાય અનેક સરકારી અને સંરક્ષણ સંગઠનો પણ રડાર પર હતા.