Not Set/ ભાગેડુ નીરવ મોદી અને મેહુલ ચોકસીની કરોડોની જ્વેલરી અને રત્નો ભારત લાવવામાં આવ્યા

ભારતીય બેન્કોને કરોડોનો ચૂનો લગાડીને વિદેશ ભાગી ગયેલા મેહુલ ચોકસી અને નીરવ મોદીને લઇને એક સમાચાર સામે આવી રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ બન્ને ભાગેડુઓનાં આશરે 1,350 કરોડની કિંમતનાં 2,300 કિલો પોલિશ્ડ ડાયમંડ, હીરા અને ઝવેરાત ભારત લાવ્યા છે. આ જ્વેલરીને તપાસ માટે હોંગકોંગ મોકલવામાં આવ્યા હતા, જ્યાંથી તેને હવે દેશ લાવવામાં આવેલ છે. તપાસકર્તાઓનાં […]

India
560e5b8f779633b59806e848e0962605 ભાગેડુ નીરવ મોદી અને મેહુલ ચોકસીની કરોડોની જ્વેલરી અને રત્નો ભારત લાવવામાં આવ્યા
560e5b8f779633b59806e848e0962605 ભાગેડુ નીરવ મોદી અને મેહુલ ચોકસીની કરોડોની જ્વેલરી અને રત્નો ભારત લાવવામાં આવ્યા

ભારતીય બેન્કોને કરોડોનો ચૂનો લગાડીને વિદેશ ભાગી ગયેલા મેહુલ ચોકસી અને નીરવ મોદીને લઇને એક સમાચાર સામે આવી રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ બન્ને ભાગેડુઓનાં આશરે 1,350 કરોડની કિંમતનાં 2,300 કિલો પોલિશ્ડ ડાયમંડ, હીરા અને ઝવેરાત ભારત લાવ્યા છે. આ જ્વેલરીને તપાસ માટે હોંગકોંગ મોકલવામાં આવ્યા હતા, જ્યાંથી તેને હવે દેશ લાવવામાં આવેલ છે.

તપાસકર્તાઓનાં જણાવ્યા અનુસાર ઇડી નિરવ અને તેના કાકા મેહુલ ચોકસીની ફર્મનાં નિયંત્રણવાળા લગભગ 108 જેટલા જ્વેલરી અને રત્નોનાં પેકેટ લાવવામાં સફળ રહી છે. તેઓ આ માલ-સામાનને હોંગકોંગથી દુબઇમાં 2018 માં ખસેડવાની યોજના કરી રહ્યા હતા. આ જ્વેલરીમાં પોલિશ્ડ હીરા, મોતી અને ચાંદીનાં ઝવેરાત શામેલ છે. તપાસકર્તાઓ કહે છે કે સમગ્ર શિપમેન્ટની કિંમત આશરે 1,350 કરોડ રૂપિયા છે અને તેનું વજન 2,340 કિલો છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી કડી મળ્યા પછી, ઇડીએ હોંગકોંગને ભારતમાં ઝવેરાત મોકલવા માટે સમજાવવાનો પ્રયાસ શરૂ કર્યો, જેથી તેને પંજાબ નેશનલ બેંક (પીએનબી) લોન કૌભાંડ કેસમાં સત્તાવાર રીતે જપ્ત કરી શકાય. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર પેકેજને મુંબઇ લાવવામાં આવ્યું છે. અધિકારીઓએ કહ્યું છે કે 108 ઉપહારોમાંથી 32 નિરવ મોદીનાં છે જ્યારે 76 મેહુલ ચોક્સીનાં છે.

નોંધપાત્ર વાત એ છે કે 48 વર્ષીય નીરવ મોદી અને 60 વર્ષીય મેહુલ ચોક્સી ભારતમાં બેન્કો સાથે છેતરપિંડીથી સંકળાયેલા છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ તપાસ શરૂ કરતા પહેલા બન્ને 2018 માં ભારતમાંથી ભાગી ગયા હતા. ઇડીની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.