Not Set/ લાતુર: રેલ્વેએ પાણી માટે 9 કરોડનું બિલ આપ્યું,   જે સુરેશ પ્રભુએ માફ કર્યું હતું

મધ્ય રેલ્વે દ્વારા દુષ્કાળગ્રસ્ત લાતુરમાં પીવાના પાણીના પુરવઠા માટે લાતુર મહાનગરપાલિકાને આશરે નવ કરોડ રૂપિયાનું બિલ મોકલવામાં આવ્યું છે. જ્યારે વરસાદ ન હોવાને કારણે લાતૂર પહેલેથી જ પાણીની કટોકટી સાથે સંઘર્ષ કરી રહ્યું છે. રેલ્વે મંત્રાલયે એપ્રિલ 2016 થી ઓગસ્ટ 2016 દરમિયાન ટ્રેન ‘જલદૂત’ દ્વારા લાતુર શહેરને પીવાનું પાણી પૂરું પાડ્યું હતું અને આ માટે […]

Top Stories India
jaldut 1 લાતુર: રેલ્વેએ પાણી માટે 9 કરોડનું બિલ આપ્યું,   જે સુરેશ પ્રભુએ માફ કર્યું હતું

મધ્ય રેલ્વે દ્વારા દુષ્કાળગ્રસ્ત લાતુરમાં પીવાના પાણીના પુરવઠા માટે લાતુર મહાનગરપાલિકાને આશરે નવ કરોડ રૂપિયાનું બિલ મોકલવામાં આવ્યું છે. જ્યારે વરસાદ ન હોવાને કારણે લાતૂર પહેલેથી જ પાણીની કટોકટી સાથે સંઘર્ષ કરી રહ્યું છે.

રેલ્વે મંત્રાલયે એપ્રિલ 2016 થી ઓગસ્ટ 2016 દરમિયાન ટ્રેન ‘જલદૂત’ દ્વારા લાતુર શહેરને પીવાનું પાણી પૂરું પાડ્યું હતું અને આ માટે રેલવેએ ચાર કરોડ રૂપિયાનું બિલ મોકલ્યું હતું. પરંતુ તે તત્કાલિન રેલ્વે મંત્રી સુરેશ પ્રભુએ માફ કરી દીધું હતું.

બુધવારે લાતુર મ્યુનિસિપલ કમિશનર દેવેન્દ્રસિંહે કહ્યું કે, અમને બિલ સીધું મળ્યું નથી. તે જિલ્લા કલેક્ટર કચેરીએ મેળવ્યું છે, અને એમના દ્વારા અમને જાણ કરવામાં આવી છે. લાતૂર મેરે કહ્યું હતું કે,  અમે રાજ્ય સરકારને જાણ કરી દીધી છે કે અમે આટલી મોટી રકમ ચૂકવવાની સ્થિતિમાં નથી અને અમે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે આ મુદ્દા પર ધ્યાન આપવું કે રકમ ચૂકવવી કે છૂટ આપવી તે રાજ્ય સરકાર પર નિર્ભર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.