Not Set/ અનામત સમાપ્ત કરવા માટે ખાનગીકરણનો માર્ગ અપનાવ્યો છે: પ્રિયંકા ગાંધી

આગામી વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષ ચૂંટણી જીતવા માટે કમર કસી રહ્યા છે. ત્યારે આજે પ્રિયંકા ગાંધીએ મોટું નિવેદન આપ્યુ છે

Top Stories India
priyanka ghandhi 1 અનામત સમાપ્ત કરવા માટે ખાનગીકરણનો માર્ગ અપનાવ્યો છે: પ્રિયંકા ગાંધી

ઉત્તરપ્રદેશ હાલ રાજ્કીય અખાડો બની ગયો છે આગામી વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષ ચૂંટણી જીતવા માટે કમર કસી રહ્યા છે. ત્યારે આજે પ્રિયંકા ગાંધીએ મોટું નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે અનામતને સમાપ્ત કરવા માટે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે દેશની વિવિધ સંસ્થાઓ અને એકમોને ખાનગી હાથમાં આપવાને અનામતને નાબૂદ કરવાની યુક્તિ ગણાવી હતી અને તેમણે કહ્યું હતું કે તેનાથી દેશને ફાયદો થઈ શકે નહીં.

પ્રિયંકાએ ફિરોઝાબાદમાં  કહ્યું કે મે લડકી હું લડ સકતી હું  કહીને સરકાર પર પ્રહાર કર્યા હતા તમામ  મોટી સંસ્થાઓ વડાપ્રધાનના મિત્રોને વેચી દેવામાં આવી છે આજે તમને સરકારી સંસ્થાઓમાં અનામત મળે છે. જ્યારે તમે ખાનગી નોકરી મેળવશો ત્યારે તમને તેમાં  અનામત મળશે? આ અનામતને દૂર કરવાનો પણ એક માર્ગ છે

કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે મે લડકી હું લડ સકતી એ પોકળ નારાે નથી. તે માત્ર મત મેળવવા માટેનાે પણ નારાે નથી. આ સૂત્ર તમને સશક્ત બનાવવાનું છે, જેથી તમને તમારી શક્તિનો અહેસાસ થાય. જો તમે આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને સશક્ત બનાવશો તો તમે જોશો કે મહિલાઓનું સશક્તિકરણ થશે. મહિલાઓને પોતાની શક્તિને ઓળખવાની સૂચના આપતાં પ્રિયંકાએ કહ્યું કે દેશના દરેક ઘરમાં મહિલાઓ છે. જો તેઓ એક થાય અને મન બનાવી લે કે તે પોતાનો દેશ બદલી નાખશે અને તેની રાજનીતિ પણ બદલી નાખશે તો ચોક્કસ મોટો બદલાવ આવશે.