Election/ શુભેન્દુનો મમતાને કાઉન્ટર પડકાર, કહ્યું 50 હજાર મતોથી હારાવીશ, નહીં તો હું રાજકારણ છોડીશ

મમતા બેનર્જી દ્વારા તાજેતરમાં જ ટીએમસીમાંથી બળવો કરી ભાજપમાં જોડાયેલા પશ્ચિમ બંગાળનાં દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીને તેના જ ગઢમાં એટલે કે નંદીગ્રામમાં હરાવવાની જાહેરાત કરવામાં આવતાની સાથે

Top Stories India
mamta and shubhendu શુભેન્દુનો મમતાને કાઉન્ટર પડકાર, કહ્યું 50 હજાર મતોથી હારાવીશ, નહીં તો હું રાજકારણ છોડીશ
મમતા બેનર્જી દ્વારા તાજેતરમાં જ ટીએમસીમાંથી બળવો કરી ભાજપમાં જોડાયેલા પશ્ચિમ બંગાળનાં દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીને તેના જ ગઢમાં એટલે કે નંદીગ્રામમાં હરાવવાની જાહેરાત કરવામાં આવતાની સાથે જ રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો હતો. આપને જણાવી દઇએ કે મમતા બેનર્જી દ્વારા નંદીગ્રામથી ચૂંટણી લડી શુભેન્દુને હરાવવાની જાહેર કરવામાં આવી હતી.

શુભેન્દુ અધિકારીએ પણ મમતા બેનર્જીને સામો પડકાર ફેકી કહ્યું છે કે, જો મમતાજી તેના જ ગઢમાં એટલે કે નંદીગ્રામથી ચૂંટણી લડશે તો પોતે(શુભેન્દુ અધિકારી) તેને(મમતાને) 50000 વોટથી હરાવશે અને જો આવુ ન કરી શકે તો જાહેર જીવન એટલે કે રાજકારણમાંથી સન્યાસ લઇ લેશે. શુભેન્દુ અધિકારીએ આ વાત પ્રતિજ્ઞા સાથે કહી હતી.

ચૂંટણીમાં હાર કે જીત તો નક્કી વાત છે અને એક હારે તો જ બજો ઉમેદવાર જીતી શકે છે, તે પણ ચોક્કસ વાત છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પર તમામનું ધ્યાન કેન્દ્રીત રહેશે કારણ કે મમતા બેનર્જી દ્વારા શુભેન્દુનાં ગઢમાં જ તેને હરાવાની ચેલેન્જ કરવામાં આવી છે અને સામે શુભેન્દુએ તે મમતા બેનર્જીને 50 હજાર વોટથી હરાવશે તેવી કાઉન્ટર ચેલેન્જ કરવામાં આવી છે સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જો પોતે આવુ ન કરી શકે તો રાજકારણ છોડી દેશે.

ઉલ્લેખનીય છે કે, એક સમયે મમતા બેનર્જીના જમણા હાથ ગણાતા ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ પોતાની વાતને વજન આપતા એવું પણ કહ્યું હતું કે, તેઓ(મમતા) ચૂંટણી સમયે જ નંદીગ્રામ જાય છે. શું તે કહી શકે છે કે તેણે નંદિગ્રામના લોકો માટે શું કર્યું છે? જો કે, તેમણે તેવુ પણ ઉમેર્યુ હતું કે, આ TMC નહીં BJP છે અને અહીં ઉમેદવારોની પસંદગી એક ચોક્કસ પ્રક્રિયા બાદ જ કરવામાં આવતી હોય છે ન કે TMCની જેમ મનસ્વી રીતે અને માટે વિગતવાર ચર્ચા કર્યા પછી જ  BJP પોતાનાં ઉમેદવારો પર અંતિમ નિર્ણય લેશે. બેનર્જીએ દિવસની શરૂઆતમાં નંદિગ્રામથી વિધાનસભાની ચૂંટણી લડવાની ઘોષણા કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. આ બેઠક પરથી રાજકીય હેવીવેઇટ્સ જંગ જોવામાં આવશે.

અધિકારીએ કહ્યું કે, “જો મારી પાર્ટી નંદીગ્રામથી મને ઉતરે છે, તો હું તેમને ઓછામાં ઓછા 50000 મતોના અંતરે હરાવીશ, નહીં તો હું રાજકારણ છોડીશ. જો કે પાણી પહેલા યોગ્ય પાળ બાંધતા અધિકારી દ્વારા એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, તૃણમૂલ કોંગ્રેસમાં ‘બેનર્જી અને તેના ભત્રીજા’ સરમુખત્યારશાહી ચલાવે છે, ભાજપમાં ઉમેદવારોની ચર્ચા પછી નિર્ણય લેવામાં આવે છે અને પાર્ટીએ મારી ઉમેદવારી અંગે નિર્ણય લીધો તો હું આ જરુર કરી બતાવીશ.

આપને જણાવી દઇએ કે શુભેન્દુ દ્વારા ત્રણ કિલોમીટરના રોડ શો પછી ભાજપના કાર્યકરોને કહેવામાં આવ્યુ હતું કે, મને ખબર નથી કે મને ક્યાંથી મેદાનમાં ઉતારાવામાં આવશે અને મને ક્યાંથી નહીં. તેમણે કહ્યું કે બેનરજી ચૂંટણી પહેલા જ નંદિગ્રામને યાદ કરે છે અને તેમના પર આરોપ મૂક્યો હતો કે નંદીગ્રામ ગોળીબારમાં સામેલ આઈપીએસ અધિકારીને ચાર વખત સેવા લંબાવી તેણીએ પ્રજાદ્રોહ કર્યો છે. ભાજપ નેતાએ આરોપ લગાવ્યો કે બેનર્જી નંદીગ્રામની જનતાની ભાવનાઓ સાથે રમી રહ્યા છે, પરંતુ “આ વખતે તેણીનું પાનું ચાલશે નહીં અને તેમની પાર્ટીને લોકશાહી રીતે બંગાળની ખાડીમાં ફેંકી દેવામાં આવશે”.

મમતા બેનર્જીએ નંદીગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાત અંગે બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું હતું કે, મમતા બેનર્જી જ્યાં પણ લડશે, અમે ત્યાંથી તેમને હરાવવા તૈયાર છીએ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…