Ahmedabad/ સાયલન્સર ચોરી કરતી ગેંગનો આતંક, એક આરોપી ઝડપાયો, એક ફરાર

સાયલન્સર ચોરી કરતી ગેંગનો આતંક, એક આરોપી ઝડપાયો, એક ફરાર

Ahmedabad Top Stories Gujarat
tukkal 10 સાયલન્સર ચોરી કરતી ગેંગનો આતંક, એક આરોપી ઝડપાયો, એક ફરાર

@ભાવેશ રાજપૂત, અમદાવાદ 

છેલ્લા ઘણા સમયથી અમદાવાદ પોલીસના નાકે એક ગેંગ એ દમ લાવી દીધો હતો. આ ગેંગ પૂર્વથી પશ્ચિમ સુધી માત્ર ઇકો કારના સાયલન્સર ચોરી કરતી હતી. પૂર્વ વિસ્તારની પોલીસ સ્થાનિક ગેંગ હોવાનું માની અંધારા માં ફાંફા મારતી રહી પણ સરખેજ પોલીસે મહેનત કરી હરિયાણા ના એક આરોપીની ધરપકડ કરી છે. આ ગેંગની મોડસઓપરેન્ડિ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી છે.

  • – સાયલન્સર ચોરી કરતી ગેંગનો આતંક, એક આરોપી ઝડપાયો, એક ફરાર
  • – પૂર્વ, પશ્ચિમ અને ગ્રામ્ય વિસ્તારમાં ચોરીના પાંચથી વધુ બનાવ
  • – સાયલન્સર માંથી નીકળતી કોઈ કિંમતી વસ્તુ માટે કરતા ચોરી

મોહમદ જુનેદ, જે મૂળ હરિયાણા નો રહેવાસી છે તેને આ સાયલેન્સર ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. તેની સરખેજ પોલીસે રાજસ્થાનથી એક ટ્રક સાથે ધરપકડ કરી છે. આરોપી તેના એક સાગરીત સાથે મળીને અમદાવાદ ના પૂર્વ પશ્ચિમ અને ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રક અને એક કાર લઈને ચોરી કરવા નીકળતા હતા. જ્યાં ઇકો કાર મોટી સંખ્યામાં હોય ત્યાં પોતાની ટ્રક ઉભી કરી આડાશ રાખી તે ગોડાઉનમાં ઘુસી કલાકો સુધીમાં 20 થી વધુ ઇકો કારના સાયલન્સર ચોરી કરી લેતો હતો.

આરોપીની પૂછપરછ માં સામે આવ્યું છે કે, હરિયાણાનો તેનો અન્ય મિત્ર તેની સાથે ચોરી કરવા આવતો. આરોપીઓએ રામોલ, નિકોલ, નરોડા, સરખેજ અને અસલાલી માં આવેલા ગાડીઓના ગોડાઉનમાંથી ઇકો કારના 70થી વધુ સાયલન્સર ચોરી કરી છે. આરોપી ટ્રક લઈને નીકળતો અનેગોડાઉનમાં ઘુસી મધરાત્રે સિક્યોરિટી ગાર્ડ હોવા છતાંય ચોરીને અંજામ આપતો હતો.  ટ્રકમાં આ ચોરીના સાયલન્સર ભરી ફરાર થઈ જતા .

જોકે આરોપી ઓએ આ સાયલન્સર કોને વેચ્યા અને તેમાંથી નીકળતી કિંમતી વસ્તુ કાઢીને કોને વેચી તે બાબતે પોલીસને સફળતા મળી નથી. જોકે આ કૌભાંડ નો મુખ્ય સૂત્રધાર ઝડપાયા બાદ આ તમામ સવાલોના જવાબ પોલીસ મેળવી શકે તેવું લાગી રહ્યું છે.

 મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…