Not Set/ ભરૂચ/ દહેજના વડદલા ગામ ખાતે 6 વર્ષીય બાળકની હત્યા 

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી બાળકને મોતને ઘાટ ઉતારાયો  બાળકની લાશને પી.એમ અર્થે સિવિલ ખસેડાઇ દહેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી ગઈ કાલે બપોરે ૧૨.૩૦ વાગ્યાથી ગુમ હતો બાળક મિથુન કેવટ નામના આરોપી સાથે છેલ્લે બાળક જોવા મળ્યો  ગઇકાલે પોલીસે મિથુન કેવટની પુછપરછ કરી હતી નજીકની રેસિડેન્સીના બાથરૂમમાંથી મળી લાશ ભરૂચ જિલ્લાના દહેજના વડદલા ગામ […]

Gujarat Others
બાળક ભરૂચ/ દહેજના વડદલા ગામ ખાતે 6 વર્ષીય બાળકની હત્યા 
  • સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી બાળકને મોતને ઘાટ ઉતારાયો 
  • બાળકની લાશને પી.એમ અર્થે સિવિલ ખસેડાઇ
  • દહેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી
  • ગઈ કાલે બપોરે ૧૨.૩૦ વાગ્યાથી ગુમ હતો બાળક
  • મિથુન કેવટ નામના આરોપી સાથે છેલ્લે બાળક જોવા મળ્યો 
  • ગઇકાલે પોલીસે મિથુન કેવટની પુછપરછ કરી હતી
  • નજીકની રેસિડેન્સીના બાથરૂમમાંથી મળી લાશ

ભરૂચ જિલ્લાના દહેજના વડદલા ગામ ખાતે 6 વર્ષીય બાળકની હત્યા કરેલી લાશ મળી આવી છે. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટના ના પગલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છેકે શનિવાર બપોર ૧૨.30 પછી આ બાળક ગુમ હતું. તેના પરિવાર જનોએ તેને શોધવાની કોશિશ કરી હતી.  છેવટે તેની લાશ નજીકની રેસીડેન્સીના બાથરૂમમાંથી મળી આવી હતી. બાળકને જોતા તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી મોતને ઘટ ઉતર્યા હોવાનું જણાઈ આવ્યું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં આ બાળક છેલ્લે  મિથુન કેવટ નામના આરોપી સાથે જોવા મળ્યો હતો. પોલીસે આરોપી મિથુન કેવટની પુછપરછ કરી હતી.  તપાસના આધારે દહેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.