સ્વાસ્થ્ય સાથે ચેડાં/ બોટાદમાં નકલી દૂધ બનાવતી મિનિ ફેક્ટરી ઝડપાઈ, 5 મિનિટમાં 10 લીટર નકલી દૂધ બનાવ્યું! જુઓ વીડિયો

પોલીસે કુલ 91,520નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ 400 લિટર ડુબ્લિકેટ દૂધનો જથ્થો પણ ઝડપી પાડ્યો

Top Stories Gujarat Others
Duplicate milk factory caught in Ranpur Botad બોટાદમાં નકલી દૂધ બનાવતી મિનિ ફેક્ટરી ઝડપાઈ, 5 મિનિટમાં 10 લીટર નકલી દૂધ બનાવ્યું! જુઓ વીડિયો

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બુબાવાવ ગામમાંથી બનાવટી દૂધનું ઉત્પાદન કરવા માટેની એક મીની ફેક્ટરી લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી પાડી છે, અને અનેક લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલા એક શખ્સને અટકાયતમાં લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે. જ્યારે ફૂડ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને જરૂરી સેમ્પલના નમૂનાઓ લેવડાવી તપાસણી અર્થે મોકલી આપવામાં આવ્યાં હતાં.

બુબાવાવ ગામની સીમમાંથી એલસીબીની ટીમે બનાવટી દૂધનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે કુલ 91,520નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ 400 લિટર ડુબ્લિકેટ દૂધનો જથ્થો પણ ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપી જેજેરામ સંતરામભાઇ ગોંડલિયા (રહે.બુબાવાવ ગામની સીમ)ની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી દૂઘની ભેળસેળ કેવી રીતે કરતો હતો, દૂધમાં શું-શું વસ્તુ ભેળવતો એનો ડેમો કરાવ્યો હતો.

આરોપી જેજેરામ ગોંડલિયા મિક્સ્ચરમાં પાણી, મિલ્ક-પાઉડર અને વનસ્પતિ તેલને મિક્સ કરી દૂધ બનાવતો અને દૂધની ડેરીમાં ભરતો હતો. પોલીસે કુલ રૂ.91,520નો મુદ્દામાલ જપ્ત કરી જેજેરામ ગોંડલિયા વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બોટાદમાં નકલી દૂધ બનાવતી મિનિ ફેક્ટરી ઝડપાઈ, 5 મિનિટમાં 10 લીટર નકલી દૂધ બનાવ્યું! જુઓ વીડિયો


બોટાદ જિલ્લાના સમાચાર માટે WhatsApp ગ્રુપમાં જોડાઓ