Not Set/ વર્લ્ડ બેંકે આપ્યા સારા સમાચાર, 3 વર્ષ માટે વિકાસ દર 7.5% રહેશે

વર્લ્ડ બેંક તરફથી ભારત માટે સારા સમાચાર આવ્યા છે. વર્લ્ડ બેંકે આગામી 3 વર્ષ માટે ભારતનો વિકાસ દર 7.5% રહેશે તેવો અંદાજ આપ્યો છે. આ સમાચાર નવી સરકારમાં માટે મોટી રાહત લાવી છે. આપને જણાવી દઇએ કે હાલના સમયમાં ભરતનો ગ્રોથ રેટ નીચો જોવા મળી રહયો છે અને બેકારી અને બરોજગારીની સાથે સાથે ભારતીય ગ્રાહકોની […]

Top Stories India World Business
The World Bank 1024x768 e1559736125587 વર્લ્ડ બેંકે આપ્યા સારા સમાચાર, 3 વર્ષ માટે વિકાસ દર 7.5% રહેશે

વર્લ્ડ બેંક તરફથી ભારત માટે સારા સમાચાર આવ્યા છે. વર્લ્ડ બેંકે આગામી 3 વર્ષ માટે ભારતનો વિકાસ દર 7.5% રહેશે તેવો અંદાજ આપ્યો છે. આ સમાચાર નવી સરકારમાં માટે મોટી રાહત લાવી છે. આપને જણાવી દઇએ કે હાલના સમયમાં ભરતનો ગ્રોથ રેટ નીચો જોવા મળી રહયો છે અને બેકારી અને બરોજગારીની સાથે સાથે ભારતીય ગ્રાહકોની ખરીદ શક્તિ પણ નીચે જતી જોવા મળી રહી છે. તો મોંધવારીનો દર અત્યાર સુધીમાં ઉચ્ચામાં ઉચ્ચા લેવલ પર જોવામાં આવી રહ્યો છે. જોકે ભારતમાં આગામી પાંચ વર્ષ માટે સ્થિર સરકારની વર્ણીને પગલે ખાનગી વપરાશ શક્તિમાં વધારો અને રોકાણની સ્થિતિ મજબૂત બનશે તેવી સંભાવના સાથે વિકાસ દરમાં વધારાની શક્યતા નોંધપાત્ર રીતે વધી છે.

The World Bank વર્લ્ડ બેંકે આપ્યા સારા સમાચાર, 3 વર્ષ માટે વિકાસ દર 7.5% રહેશે

ચીનને પછાડી બનશે વિશ્વનું સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર

વર્લ્ડ બેંકની વૈશ્વિક નાણાકીય દૃષ્ટિએ વર્ષ 2018-19નાં નાણાકીય વર્ષમાં ભારત 7.20 ટકાના દરે વૃદ્ધિ પામે તેવી મજબુત શક્યતા જોવાઇ રહી છે. તો આ સાથે ભારતમાં વિકાસ ઝડપી ગતિએ વધવાની ધારણા છે. 2021 સુધીમાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર ચીનના 6 ટકા વૃદ્ધિ દર કરતા 1.5 ટકા વધુ હશે. ચીન ભારતથી વૃદ્ધિ દર મામલે ઘણું દૂર રહેશે. તો વર્લ્ડ બેંક અનુસાર ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકાસ પામતું મુખ્ય અર્થતંત્ર બની શકે છે.

china india વર્લ્ડ બેંકે આપ્યા સારા સમાચાર, 3 વર્ષ માટે વિકાસ દર 7.5% રહેશે

હાલ દેશનાં અર્થતંત્ર સામે આવા છે પડકાર

આપને જણાવી દઇએ કે હાલમાં જ પ્રકાશીત કરવામાં આવેલી આર્થિક અહેવાલો અનુસાર ભારતનો હાલનો વિકાસ દર પાછલા પાંચ વર્ષમાં સૌથી નીચાં સ્તર સુધી પહોંચ્યો છે. અને નાણાકીય વર્ષનાં છેલ્લા ત્રણ ત્રિમાસિક ગાળામાં વિકાસ દર નોંધપાત્ર રીતે નીચો જોવા મળ્યો છે. તો બેરોજગારીનું પ્રમાણ 45 વર્ષમાં સૌથી ઉચ્ચ સ્તર પર પહોંચી ગયું છે.