હાલમાં એક સર્વેમાં દુનિયામાં સૌથી વધારે કામ કરવા પર મહેનતાણું સારું મળે છે તેન આંકડા સામે આવ્યા છે. દુનિયાના એવા દેશો કે જ્યાં તમે કામ કરો છો ત્યાં તમને વધારે મહેનતાણું મળી શકે છે તેવામાં સ્વિત્ઝરલેન્ડ, અમેરિકા અને હોંગકોંગ આગળ પડતા છે.
આ દેશોમાં કર્મચારી દીઠ ૨૧,૦૦૦ ડોલર એટલે ૧૫,૫૬,૨૦૫ રૂપિયા મળે છે.
આ રીપોર્ટ પ્રમાણે ૪૫ ટકા પ્રવાસી કર્મચારીઓએ કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર વધારે સેલેરી મળે છે. જયારે ૨૮ ટકા લોકોએ કહ્યું હતું કે પ્રોમોશન માટે તેમને જોબ બદલવી પડે છે અને બીજા વિસ્તારમાં જવું પડે છે.
આ રીપોર્ટમાં સૌથી પ્રથમ નંબર પર આવે છે સ્વિત્ઝરલેન્ડ. સ્વિત્ઝરલેન્ડ ઊંચા પર્વતો અને ઊંચા પગાર માટે જાણીતું છે. અહીના લોકોની વાર્ષિક ૬૧,૦૦૦ ડોલર એટલે કે ૪૫,૧૬,૧૩૫ રૂપિયા છે. અહિયાં આવનારા પ્રવાસીની વાત કરીએ તો તેમણે ૨,૦૩,૦૦૦ ડોલર વાર્ષિક આવક એટલે કે ૧,૫૦,૪૧,૨૮૫ રૂપિયા મળે છે. જે રકમ ગ્લોબલ સેલરીની બમણી છે.
આ સર્વેમાં સ્વિત્ઝરલેન્ડ અને અમેરિકા પછી હોંગકોંગ દેશ આવે છે. હોંગકોંગ દેશ બાદ રહેવાની ઉત્તમ સગવડો અને સારી સેલરીમાં ન્યુઝીલેન્ડ, જર્મની અને કેનેડાનું નામ આવે છે.
ઇન્ડોનેશિયાનું સ્થાન આ લિસ્ટમાં આઠમાં નંબર પર છે અહીની વધતી જતી વસ્તીના લીધે તે આ ક્રમ પર છે તેવું લાગી રહ્યું છે. આ રીપોર્ટમાં ભારતનું સ્થાન સાતમાં સ્થાન પર બતાવવામાં આવી રહ્યું છે.