Not Set/ CBI ધમાસાણ : CJIએ લગાવી ફટકાર, કહ્યું, વર્માના અધિકાર પાછા લેતા કમિટીની સલાહ લેવામાં શું મુશ્કેલી હતી

નવી દિલ્હી, લાંચકાંડમાં ફસાયેલી દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)માં ચાલી રહેલા વિવાદ મામલે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે જણાવ્યું, “ડાયરેકટર થયા બાદ પણ કોઈ પણ વ્યક્તિ અખિલ ભારતીય સેવાનો ભાગ હોય છે”. આ ઉપરાંત SG તુષાર મહેતાએ કહ્યું હતું કે, “અખિલ ભારતીય સેવાઓના સભ્યોના મામલાને […]

Top Stories India Trending
65923 midblqrdnh 1503593014 1 CBI ધમાસાણ : CJIએ લગાવી ફટકાર, કહ્યું, વર્માના અધિકાર પાછા લેતા કમિટીની સલાહ લેવામાં શું મુશ્કેલી હતી

નવી દિલ્હી,

લાંચકાંડમાં ફસાયેલી દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)માં ચાલી રહેલા વિવાદ મામલે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

આ સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે જણાવ્યું, “ડાયરેકટર થયા બાદ પણ કોઈ પણ વ્યક્તિ અખિલ ભારતીય સેવાનો ભાગ હોય છે”.

આ ઉપરાંત SG તુષાર મહેતાએ કહ્યું હતું કે, “અખિલ ભારતીય સેવાઓના સભ્યોના મામલાને નીપટાવવા CVC એક્ટ ૨૦૦૩ની ધારા ૮ (૨) હેઠળ થાય છે.

https://twitter.com/ANI/status/1070581206419496960

જયારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પૂછ્યું હતું કે, CBI ડાયરેકટરના અધિકાર પાછા લેતા પહેલા સિલેકશન કમિટીની સલાહ લેવામાં શું મુશ્કેલી હતી.

આ ઉપરાંત જસ્ટિસ કે એમ જોસેફે જણાવ્યું કે, “નિયમ અનુસાર CBI ડાયરેકટરને બે વર્ષના સમય સુધી પોતાના પદ પર બની રહેવું જોઈએ”.

Alok Kumar Verma 1484849290 835x547 1 CBI ધમાસાણ : CJIએ લગાવી ફટકાર, કહ્યું, વર્માના અધિકાર પાછા લેતા કમિટીની સલાહ લેવામાં શું મુશ્કેલી હતી

બીજી બાજુ જસ્ટિસ જોસેફે સિનીયર વકીલ દુષ્યંત દવેને કહ્યું, “તેઓ CVC એક્ટ અંગે પઠન કરે, જેમાં કમિશનરને હટાવવાની વાત છે, પરંતુ ક્યારેય CBI ડાયરેક્ટરને હટાવવાની વાત નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા દુષ્યંત દવેએ દલીલ કરી હતી કે, “CVCને CBIની તપાસ કરવાનો કોઈ અધિકાર નથી. આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા CBIની સ્વાયત્તાનું ધ્યાન રાખ્યું નથી”.