#central_government/ ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી પર સરકારે લીધો મહત્વનો નિર્ણય, નિકાસ મામલે કર્યો ફેરફાર

સરકારે શુક્રવારે ડુંગળી પર 40 ટકા નિકાસ ડ્યુટી લગાવી છે. દેશમાં ડુંગળીની અછત ન સર્જાય તે માટે સરકારે આ નિર્ણય લીધો છે. 

Top Stories Business
Beginners guide to 2024 05 04T131717.114 ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી પર સરકારે લીધો મહત્વનો નિર્ણય, નિકાસ મામલે કર્યો ફેરફાર

સરકારે શુક્રવારે ડુંગળી પર 40 ટકા નિકાસ ડ્યુટી લગાવી છે. દેશમાં ડુંગળીની અછત ન સર્જાય તે માટે સરકારે આ નિર્ણય લીધો છે.  સરકારે 31 માર્ચ, 2025 સુધી સ્વદેશી ચણાની આયાત ડ્યૂટીમાં છૂટ આપવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત, 31 ઓક્ટોબર, 2024 ના રોજ અથવા તે પહેલાં જારી કરાયેલ ‘બિલ ઑફ એન્ટ્રી’ દ્વારા પીળા વટાણાની આયાત પરની ડ્યુટી મુક્તિ પણ લંબાવવામાં આવી છે. ‘બિલ ઓફ એન્ટ્રી’ એ એક કાનૂની દસ્તાવેજ છે જે આયાતી માલના આગમન પર અથવા તે પહેલાં આયાતકારો અથવા કસ્ટમ ક્લિયરન્સ એજન્ટો પાસે ફાઇલ કરવામાં આવે છે. નાણા મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે આ તમામ ફેરફારો 4 મેથી એટલે આજથી લાગુ થઈ રહ્યા છે.

આ દેશોને કરાશે ડુંગળીની નિકાસ
હાલમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ છે. જો કે, સરકાર ભારતના મિત્ર દેશોમાં નિકાસને મંજૂરી આપે છે. તેણે UAE અને બાંગ્લાદેશમાં ચોક્કસ માત્રામાં ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં, ભારતે 31 ડિસેમ્બર, 2023 સુધી ડુંગળી પર 40 ટકા નિકાસ જકાત લાદી હતી. આ દેશો સિવાય ભૂટાન, બહેરીન, મોરેશિયસ અને શ્રીલંકામાં પણ ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. ભારતમાંથી આ તમામ દેશોને કુલ 99 હજાર 150 ટન ડુંગળીની નિકાસ કરવામાં આવશે.

અન્ય કેટલીક વસ્તુઓની પણ કારશે નિકાસ

ડુંગળીના ભાવને નિયંત્રિત કરવા શરૂઆતમાં 31 ડિસેમ્બર 2023 સુધી નિકાસ ડ્યુટી લાદવામાં આવી હતી. જો કે તે પછી પણ સ્થાનિક બજારમાં પુરવઠામાં અપેક્ષિત સુધારો ન થતાં સરકારે ડુંગળીની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દીધો હતો. ડુંગળીની નિકાસ પરનો સંપૂર્ણ પ્રતિબંધ થોડા સમય માટે ધીમે ધીમે હળવો કરવામાં આવી રહ્યો હતો. આજથી સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરતા 40 ટકા નિકાસની મંજૂરી આપી છે. ડુંગળી સાથે સરકારે અન્ય કેટલીક એગ્રી કોમોડિટીના કિસ્સામાં વેપારને લગતી નીતિઓમાં કેટલાક ફેરફારો કર્યા છે. સરકારે દેશી ચણાને 31 ડિસેમ્બર 2025 સુધી આયાત જકાતમાંથી મુક્તિ આપી છે. એ જ રીતે, પીળા વટાણા પરની આયાત ડ્યૂટીની મુક્તિને 31 ઓક્ટોબર 2024 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ ફેરફારો 4 મેથી લાગુ થઈ ગયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પીએમ મોદીની આજે દરભંગામાં રેલી, ઝારખંડના પલામુ અને લોહરદગામાં પણ ચૂંટણી સભાને સંબોધસે

આ પણ વાંચો:ચૂંટણીના દરેક તબક્કા પછી મતદાનની ટકાવારીના આંકડા સમયસર જાહેર કરવા મહત્વપૂર્ણ છે: ચૂંટણી પંચ

આ પણ વાંચો:ઈન્દોરમાં એકતરફી ચૂંટણીમાં મતદાન વધવાના ડરથી કોંગ્રેસે બેઠક બોલાવી