શિવસેના/ સુપ્રીમ કોર્ટે ચૂંટણીની સભાઓ અને કુંભમેળામાં હસ્તક્ષેપ કરવાની જરૂર હતી

ભારત કોવિડ-19 માટે નર્ક બની ગયું છે

India
sanjay સુપ્રીમ કોર્ટે ચૂંટણીની સભાઓ અને કુંભમેળામાં હસ્તક્ષેપ કરવાની જરૂર હતી

દેશમાં કોરોનાની હાલત પર કેન્દ્ર સરકાર પર સુપ્રીમ કોર્ટે આકરી ટીકા કરી હતી તે અનુસંધાનમાં શિવસેનાએ જણાવ્યું  હતું કે સુપ્રીમ કોર્ટે પશ્વિમ બંગાળની ચૂંટણી સભા અને રેલીઓ સાથે હરિદ્વારના કુંભ મેળાના આયોજન સમયે નોંધ લેવાની જરૂર હતી. તો કોવિડ-19ના હાલત ખરાબ ના હોતી. સુ્પ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી ઓક્સિજન પુરવઠો અને વેક્સિન સંબધી રાષ્ટ્રીય સ્તરપર શું યોજના છે.

શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કહ્યું કે સારી વાત છે કે દેશની હાલત પર સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કર્યો છે. જો પ્રધાન મંત્રી, ગૃહમંત્રી અને અન્ય નેતાઓ પશ્વિમ બંગાળની ચૂંટણીની સભાઓ રોડ શો અને હરિદ્વારના ધાર્મિક કાર્યક્રમો વખતે કોર્ટે હસ્તક્ષેપ કર્યો હોત તો પરિસ્થિતિ જુદી હોત લોકો રીબાઇને ના મરતાં.

દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 25 લોકો મરી ગયાં તેના માટે કોણ જવાબદાર છે? કેન્દ્ર સરકાર જવાબદાર નથી ? શિવસેનાએ બ્રિટેનના મુખ્ય સમાચાર પત્રને ટાંકીને જણાવ્યું હતું કે ભારત કોવિડ-19 માટે નર્ક બની ગયું છે.