વર્લ્ડ હેરિટેજ સ્થળ/ તાજમહેલની ટિકિટ બારી આજથી પ્રવાસીઓ માટે ખુલી…

તાજમહેલ જોવાના શોખીન લોકો માટે એક સારા સમાચાર છે. આજથી આગ્રામાં તાજમહેલની ટિકિટ બારી પણ પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવી છે.

Top Stories India
TAJMAHAL તાજમહેલની ટિકિટ બારી આજથી પ્રવાસીઓ માટે ખુલી...

તાજમહેલ જોવાના શોખીન લોકો માટે એક સારા સમાચાર છે. આજથી આગ્રામાં તાજમહેલની ટિકિટ બારી પણ પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી, પ્રવાસીઓને તાજમહેલની ટિકિટ ઓનલાઈન બુક કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આને ધ્યાનમાં રાખીને, ASIએ આજથી તાજમહેલના પૂર્વી દરવાજા અને પશ્ચિમ દરવાજાની એક-એક બારી ખોલી છે.

આ બારીઓ પર ટિકિટ મેળવવાનો સમય સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. ઘણા સમયથી પ્રવાસીઓને ઓનલાઈન ટિકિટ મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.  ઘણા પ્રવાસીઓ પાસે સ્માર્ટફોન ફોન ન હોવાને કારણે, તેઓને ટિકિટ બુક કરાવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ 7 મહિનાથી વધુ સમય પછી તાજમહેલના પશ્ચિમ અને પૂર્વી દરવાજાઓમાંથી એક-એક ટિકિટ વિન્ડો ખોલી છે.

ઉલ્લેખનીય છે ઓનલાઇન જે લોકો ઓનાલાઇન ટિકિટ માટે જે લોકોને મુશ્કેલી પડતી હતી તેમના માટે સારા સમાચાર છે હવે ઓફલાઇન પણ ટિકિટ  મળશે.