મન કી બાત/ વડાપ્રધાન મોદી 11 વાગે કરશે મન કી બાત, જાણો કયા મુદ્દા પર હશે આજનો કાર્યકર્મ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો આ 83મો એપિસોડ હશે.

Top Stories India
મન કી બાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો આ 83મો એપિસોડ હશે. તેણે ટ્વિટર પર આ અંગેની માહિતી આપી છે.

આ પણ વાંચો :દાઉદની સાંઠગાંઠથી આતંકવાદીઓના હાથમાં લાગી શકે છે પાક.ના પરમાણુ-હથિયારો

કાર્યક્રમની વાત કરીએ તો, તે ઓલ ઈન્ડિયા રેડિયો, દૂરદર્શન, ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝ અને મોબાઈલ એપ પર પ્રસારિત થશે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન દર મહિનાના છેલ્લા રવિવારે આ કાર્યક્રમને સંબોધિત કરે છે.

આજના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કૃષિ કાયદાઓ વિશે વાત કરી શકે છે. આ સિવાય તે એમીક્રોન, ક્લાઈમેટ ચેન્જ, વાયુ પ્રદૂષણ, રોજગાર વગેરે વિષયો પર પણ દેશની જનતા સમક્ષ પોતાની વાત મૂકી શકે છે.

આ પણ વાંચો :પશ્વિમ બંગાળમાં ગમખ્વાર અકસ્માત થતાં 17 લોકોના મોત 5 ઇજાગ્રસ્ત

અગાઉ ઓક્ટોબરમાં વડાપ્રધાને દેશને 100 કરોડ રસીકરણ બદલ અભિનંદન પાઠવ્યા હતા. મન કી બાતના પાછલા એપિસોડમાં, PM એ સ્વતંત્રતા ચળવળને યાદ રાખવા, બિરસા મુંડા જેવા આપણા મૂળ સાથે જોડાવા અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આગળ વધવા પર ભાર મૂક્યો હતો.

તેમણે કહ્યું, “અમારા રસીકરણ કાર્યક્રમની સફળતા ભારતની ક્ષમતા દર્શાવે છે, દરેકના પ્રયાસના મંત્રની શક્તિ દર્શાવે છે. રસીના 100 કરોડ ડોઝ બાદ આજે દેશ નવા ઉત્સાહ, નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે તેમને આ સફળતામાં દ્રઢ વિશ્વાસ છે કારણ કે તેઓ તેમના દેશની, તેમના દેશના લોકોની ક્ષમતાઓથી સારી રીતે વાકેફ છે. “હું જાણતો હતો કે અમારા આરોગ્ય કર્મચારીઓ દેશવાસીઓને રસી આપવામાં કોઈ કસર છોડશે નહીં,”

મન કી બાતનો પ્રથમ એપિસોડ 3 ઓક્ટોબર 2014ના રોજ પ્રસારિત થયો હતો. અગાઉ 24 ઓક્ટોબરે પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ સ્વચ્છ ભારત અભિયાનના અમલીકરણ પર ભાર મૂક્યો હતો. પીએમે એ પણ હાઇલાઇટ કર્યું હતું કે ભારત વિશ્વના એવા પ્રથમ દેશોમાંનો એક છે જેણે ડ્રોનની મદદથી તેના ગામડાઓમાં જમીનનો ડિજિટલ રેકોર્ડ બનાવ્યો છે.

આ પણ વાંચો :ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગના ડરથી કોરોનાના નવા વેરિઅન્ટનું નામ ઓમીક્રોન પાડયું!જાણો વિગત

આ પણ વાંચો :સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કરી મોટી જાહેરાત જાણો…

આ પણ વાંચો :ખેડૂતોના પરિવારને વળતર આપવા આ 3 રાજ્ય સરકાર જાહેરાત કરી શકે છે