નહાન
હિમાચલ પ્રદેશમાં બસ નદીમાં પડવાને લીધે ૯ લોકોના મૃત્યુ અને ૫૦ લોકો ઘાયલ થયા છે.હિમાચલ પ્રદેશમાં સિરમુર જીલ્લામાં આ દુર્ઘટના બની છે.
૩ વાગ્યે રાત્રે આ ઘટના દક્ષીણ શિમલાથી આશરે ૧૬૮ કિમી દૂર બની છે. સીનીયર પોલીસ ઓફિસર વીરેન્દર સિંઘ ઠાકુરના કહેવા પ્રમાણે બસની સ્પીડ ઘણી વધારે હતી જેને લીધે ડ્રાઈવરે તેની પર કાબુ ગુમાવી દીધો હતો અને બસ જલાલ બ્રિજ પરથી ૪૦ ફૂટ નીચે જલાલ નદીમાં ખાબકી હતી.
ઘાયલ થયેલા પેસેજરને નહાન મેડીકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે.
કમિશ્નરે મૃતક ના પરિવારને ૨૦,૦૦૦ રૂપિયા અને ઘાયલ થયેલા લોકોને ૫,૦૦૦ રૂપિયાનું વળતર આપવાનું જાહેર કર્યું છે.