dilhi/ કોવિડનો નકલી RT-PCR રિપોર્ટ બનાવનારા બે શ્ખ્સની ધરપકડ..

દક્ષિણ દિલ્હીના સાયબર પોલીસ સ્ટેશનની પોલીસે કોરોનાનો નકલી RT-PCR રિપોર્ટ બનાવવા બદલ બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી બે મોબાઈલ ફોન અને એક કોમ્પ્યુટર પણ કબજે કર્યું છે

Top Stories India
13 1 કોવિડનો નકલી RT-PCR રિપોર્ટ બનાવનારા બે શ્ખ્સની ધરપકડ..

દક્ષિણ દિલ્હીના સાયબર પોલીસ સ્ટેશનની પોલીસે કોરોનાનો નકલી RT-PCR રિપોર્ટ બનાવવા બદલ બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી બે મોબાઈલ ફોન અને એક કોમ્પ્યુટર પણ કબજે કર્યું છે. પકડાયેલા આરોપીઓના નામ આમિર અંસારી અને મોહમ્મદ અનસ છે, બંને ઓખલાના રહેવાસી છે.

દક્ષિણ દિલ્હીના સાયબર પોલીસ સ્ટેશનની પોલીસને ફરિયાદ મળી હતી, ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે લેબસર ડાયગ્નોસ્ટિક્સ નામની લેબ કોવિડ -19 માટે પરીક્ષણ કરે છે. તેને તપાસવા માટે રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જ્યારે લેબ એ RTPCR નો રિપોર્ટ ચેક કર્યો તો ખબર પડી કે આ રિપોર્ટ તેમની પાસે તૈયાર નથી. એટલે કે રિપોર્ટ નકલી હતો. આ પછી મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ફરિયાદીએ એમ પણ જણાવ્યું કે કોઈ તેની લેબના નામે નકલી રિપોર્ટ બનાવી રહ્યું છે.

સાયબર સેલની ટીમે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે આમિર અંસારી નામનો વ્યક્તિ 1000 રૂપિયામાં RTPCRનો નકલી રિપોર્ટ બનાવી રહ્યો છે. પોલીસે ટ્રેપ કરીને આમિરની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન, આરોપી અમીરે ખુલાસો કર્યો કે તે અને તેના એક સહયોગી મોહમ્મદ અનસ લાંબા સમયથી RTPCRના નકલી અહેવાલો તૈયાર કરી રહ્યા હતા.

આરોપીઓ લેબ રિપોર્ટમાં ફેરફાર કરી ગ્રાહકોની જરૂરિયાત મુજબ તેને 1 હજાર રૂપિયામાં વેચતા હતા. આ પછી, આમિરના કહેવા પર, સાયબર સેલની ટીમે મોહમ્મદ અનસની પણ ધરપકડ કરી, તે બંનેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે અને એ જાણવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી આ બંને દોષિતો નકલી કોવિડનો રિપોર્ટ તૈયાર કર્યો છે.