Not Set/ સુરતમાં એક જ એપાર્ટમેન્ટમાંથી 9 પોઝિટિવ કેસ મળી આવ્યા

કોરોનાના એક જ એપાર્ટમેન્ટમાંથી એકસાથે 9 કેસ સામે આવતા આખા એપાર્ટમેન્ટને ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા છે.

Top Stories Gujarat Surat
Untitled 318 સુરતમાં એક જ એપાર્ટમેન્ટમાંથી 9 પોઝિટિવ કેસ મળી આવ્યા

રાજ્યમાં  છેલ્લા કેટલાય સમયથી કોરોનાના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો  છે. લોકો કોરોનાની મહામારીમાંથી  ધીમે ધીમે બહાર નીકળી રહ્યા છે . લોકો પોતાના સામાન્ય જિંદગી માં હવે રચ્યા પચ્યા જોવા મળી રહ્યા છે. ત્યારે ફરી પાછો કોરોના પગપેસારો કરી રહ્યો હોય તેવું  જોવા મળી રહ્યું છે . કોરોના  કેસ આવતા લોકો માં ફરી   ચિંતા  વધી રહી છે .  સુરત શહેરમાં કોરોનાની ત્રીજી સંભવિત લહેર આવવાની શક્યતાઓ વચ્ચે આઠવા વિસ્તારનાં એક એપાર્ટમેન્ટમાંથી કોરોનાવાયરસથી એકસાથે નવ લોકો સંક્રમિત થયા છે. જેના કરાણે હાલ વહીવટી તંત્ર સતર્ક બન્યુ છે. પાલિકાએ એુપાર્ટમેન્ટને સીલ કરી દીધું છે. આ સાથે એપાર્ટમેન્ટની બહાર બે સિક્યુરિટી ગાર્ડને તહેનાત  કરી દેવામાં આવ્યા છે .

આ પણ વાંચો :રાજકારણમાં ‘સોશ્યિલ એન્જીનિયરીંગ’ ના ‘શહેનશાહ’ નરેન્દ્ર મોદી

કોરોનાના એક જ એપાર્ટમેન્ટમાંથી એકસાથે 9 કેસ સામે આવતા આખા એપાર્ટમેન્ટને ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા છે. અહીં રહેતા તમામ લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સાથે આ લોકોના સંપર્કમાં આવેલા લોકોના પણ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :પ્રેમસંબંધમાં આડખીલીરૂપ સગીરાનું બહેનપણી અને પ્રેમીએ કાસળ કાઢી નાખ્યું

બીજી બાજુ કેસોની સંખ્યા માં વધારો થઈ રહ્યો છે ત્યાં સરકાર દ્વારા લોકોને છૂટછાટ આપવામાં આવી રહી છે પણ જો કેસોની સંખ્યા વધી રહી છે તો પાલિકા અને સરકાર દ્વારા છૂટછાટ આપવામાં જોખમ ઉભું થાય તો નવાઈ નહિ. હવે સુરતમાં એકી સાથે નવ કેસ આવતા લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

આ પણ વાંચો ;કોણ છે સ્નેહા દુબે ? જેમણે પીએમ ઇમરાન ખાનની બોલતી કરી બંધ