Not Set/ પરિણામો ભલે 23’મે એ જાહેર થાય, પરંતુ માધ્યમો આજે સાંજે જ આપી દેશે અણસાર કે કોની બનશે “સરકાર”

પ્રચાર-પ્રસાર ક્યારનું પૂર્ણ થઇ ગયું છે. આજે મતદાન પૂર્ણ થતા જ દેશ ભરમાં માત્રને માત્ર એક જ ચર્ચા જોવા મળશે અને તે હશે,      “કોની બનશે સરકાર”. દેશમાં સત્તાની ધૂરા કોણ સંભાળશે? કે નવા વડાપ્રધાન કોણ ? આમ તો આ દેશનાં દરેક નાગરીકેનાં આ સવાલોનાં ખરેખર જવાબો તે દરેકને 23’મે નાં રોજ યોજવામાં આવી […]

Top Stories India
Lok Sabha election 2019 opinion polls પરિણામો ભલે 23'મે એ જાહેર થાય, પરંતુ માધ્યમો આજે સાંજે જ આપી દેશે અણસાર કે કોની બનશે "સરકાર"

પ્રચાર-પ્રસાર ક્યારનું પૂર્ણ થઇ ગયું છે. આજે મતદાન પૂર્ણ થતા જ દેશ ભરમાં માત્રને માત્ર એક જ ચર્ચા જોવા મળશે અને તે હશે,      “કોની બનશે સરકાર”. દેશમાં સત્તાની ધૂરા કોણ સંભાળશે? કે નવા વડાપ્રધાન કોણ ? આમ તો આ દેશનાં દરેક નાગરીકેનાં આ સવાલોનાં ખરેખર જવાબો તે દરેકને 23’મે નાં રોજ યોજવામાં આવી રહેલ મતગણનાનાં મહામંથન બાદ જ ખબર પડશે. 23’મે નાં મહામંથનમાંથી કોના ભેગ “અમૃત” અને કોના ભાગે “વિષ” આવશે, તે તો સમય જ બતાવશે. પરંતુ તે પહેલા દેશભરને ચૂંટણીમાં કોન બાજી મારશે તે બતાવશે ચૂંટણીનાં ચાણક્યો.

images પરિણામો ભલે 23'મે એ જાહેર થાય, પરંતુ માધ્યમો આજે સાંજે જ આપી દેશે અણસાર કે કોની બનશે "સરકાર"

જી હા તમે સાચું જ સમજી રહ્યા છો. વાત થઇ રહી છે માધ્યમો અને અનેક નામી-બેનામી સ્વાયત સંસ્થા દ્રારા પરિણામોનાં સંદર્ભમાં જાહેર કરવામાં આવતા “Exit Poll” વિશે. મતદાનની પૂર્ણા હુતીની થોડી ક્ષણોમાં જ દેશભરને ખબર પડી જશે કે શું છે મહામુકાબલા 2019નું ભવિષ્ય? કોણ કોની પર છે હાવી? અને કોણ બનશે કિંગ? કોણ રહેશે કિંગ મેઇકરની ભૂમિકામાં?

281730 પરિણામો ભલે 23'મે એ જાહેર થાય, પરંતુ માધ્યમો આજે સાંજે જ આપી દેશે અણસાર કે કોની બનશે "સરકાર"

માધ્યમો દ્રારા ચૂંટણીનાં પરિણામોને લઇને દર વખતે સર્વે કરવામાં આવે છે. અને દરેક સંસ્થા પોત પોતાનાં માપદંડ અને સેમ્પલ સર્વેનાં આધારે કઇ પાર્ટીની સ્થિતિ કયા રાજ્યમાં કેવી રહેશે, કોને કેટલી સીટો મળશે, તો કોને કેટલી સીટોનું છેટુ રહી જશે. કોણ કોના સપોર્ટમાં અવી શકે છે અને કોણ કોનો સપોર્ટ ધ્વસ્ત કરી શકે છે તે તમામ રાજનૈતિક ગણતરીએ પ્રજા સમક્ષ સચ્ચોટ રીતે રજૂ કરવા પ્રયત્ન કરશે.

આ છે દેશનાં ટોપ ચૂંટણી ચાણક્યો….

ઇન્ડીયા ટૂડે, CNN-IBN, ABP National News, India TV, C-Voter, Axis My India, News24, Times Now, CSDS, DRS, આઉટલૂક, AC Nielsen, Frontline, CMS અને ચાણક્ય.

15220415395c93adfe7ac0f0.44425577 પરિણામો ભલે 23'મે એ જાહેર થાય, પરંતુ માધ્યમો આજે સાંજે જ આપી દેશે અણસાર કે કોની બનશે "સરકાર"

પરિણામમાં શું આવશે બહાર? કોની બનશે સરકાર? કોણ બનશે વડાપ્રધાન – ચૂંટણી મહાજંગની પળેપળેની અપડાટ મેળવતા રહો અમારી સાથે…….આજે સાંજથી જાણી લો શું હોય શકે છે પરિણામ