Not Set/ જાણીતા ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હૉકિંગનું 76 વર્ષે નિધન, પીએમએ આપી શ્રધ્ધાંજલી

દિલ્હી, જાણીતા ફીઝીસ્ટ અને કોસ્મોલોજીસ્ટ સ્ટીફન હૉકિંગનું 76 વર્ષની વયે અવસાન થયું છે.બ્રિટીશ ફીઝીસ્ટ સ્ટીફન હોકીંગને રેર કહેવાય તેવો મગજનો રોગ થયો હતો જેના કારણે તે ઘણાં સમયથી પેરેલીસ થયા હતા.સ્ટીફન હૉકિંગને 21 વર્ષની ઉંમરથી આ ન્યુરોને લગતો આ અસાધ્ય રોગ લાગુ પડ્યો હતો.સ્ટીફન હૉકિંગનું નિધન લંડનમાં કેમ્બ્રિજમાં આવેલા તેમના નિવાસસ્થાને થયું. હૉકિંગના બાળકો લૂસી, […]

Top Stories
stephen hawking જાણીતા ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હૉકિંગનું 76 વર્ષે નિધન, પીએમએ આપી શ્રધ્ધાંજલી

દિલ્હી,

જાણીતા ફીઝીસ્ટ અને કોસ્મોલોજીસ્ટ સ્ટીફન હૉકિંગનું 76 વર્ષની વયે અવસાન થયું છે.બ્રિટીશ ફીઝીસ્ટ સ્ટીફન હોકીંગને રેર કહેવાય તેવો મગજનો રોગ થયો હતો જેના કારણે તે ઘણાં સમયથી પેરેલીસ થયા હતા.સ્ટીફન હૉકિંગને 21 વર્ષની ઉંમરથી આ ન્યુરોને લગતો આ અસાધ્ય રોગ લાગુ પડ્યો હતો.સ્ટીફન હૉકિંગનું નિધન લંડનમાં કેમ્બ્રિજમાં આવેલા તેમના નિવાસસ્થાને થયું. હૉકિંગના બાળકો લૂસી, રૉબર્ટ અને ટિમે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે, પિતાના મૃત્યુથી અમે લોકો અત્યંત દુ:ખી છીએ.

સ્ટીફન હૉકિંગ ભૌતિક શાસ્ત્રમાં 13 ડીગ્રીઓ મેળવી હતી. ફંડામેન્ટલ ઓફ ફિઝીક્સ જેવા નામાંકિત એવોર્ડથી લઇને દુનિયાના અનેક જાણીતા એવોર્ડ સ્ટીફનને મળ્યા હતા.બ્લેક હોલ થિયરી માટે ફેમશ થયેલાં સ્ટીફને સાયન્સના અનેક પુસ્તકો પણ લખ્યાં હતા.

ઇંગ્લેન્ડના ઓક્સફોર્ડમાં 1942માં જન્મેલા સ્ટીફન હૉકિંગના ભૌતિકશાસ્ત્ર પર લખેલાં અનેક પુસ્તકોને દુનિયાની યુનિવર્સિટીઓએ માન્યતા આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્ટીફન હૉકિંગને શ્રધ્ધાંજલી આપતા ટ્વીટ કરતાં લખ્યું કે પ્રોફેસર સ્ટીફન હૉકિંગ ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક અને એકેડમીક હતા. તેમની બુધ્ધી અને મક્કમતાએ દુનિયાના અનેક લોકોને પ્રેરણા આપી હતી. તેમનું નિધન પીડાદાયક છે. પ્રોફેસર હૉકિંગના પાયાના કામના કારણે દુનિયા બહેતર બની છે. તેમના આત્માને શાંતિ મળે.