ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ વહેતી અફવાઓનું ખંડન કરતાં કહ્યું છે કે, તેની બહેન અનમ મિર્ઝા અઝહરુદ્દીનના પુત્ર અસદ સાથે લગ્ન કરવા જઈ રહી છે.
ઘણા દિવસોથી ચર્ચા હતી કે સાનિયા મિર્ઝાની બહેન પૂર્વ ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના પુત્ર સાથે લગ્ન કરવા જઈ રહી છે. જો કે, કોઈએ પણ આ અંગે ખુલાસો કરવાનું ટાળ્યું હતું.
પરંતુ, હવે ખુદ સાનિયા મિર્ઝાએ પણ તેની પુષ્ટિ કરી છે. સાનિયા મિર્ઝાએ કહ્યું છે કે, ‘મારી બહેન ડિસેમ્બરમાં લગ્ન કરવા જઇ રહી છે. અમે પેરિસથી બેચલર પાર્ટીની ઉજવણી કરીને પાછા ફર્યા છીએ. અને અમે ખૂબ ઉત્સાહિત છીએ. ‘
સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા વ્યવસાયે એક ફેશન સ્ટાઈલિશ છે અને તેના લગ્ન અંગેની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે અનમે ‘ફેમિલી’ લખીને અસદ સાથે તેના ફોટો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા હતા.
હવે સાનિયાએ પણ સ્વીકાર્યું છે કે તેની બહેન અને મોહમ્મદ અઝહરુદ્દીનનો પુત્ર અસદ ડિસેમ્બરમાં લગ્ન કરશે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“MantavyaNews” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.