Not Set/ રાજ્યપાલે પત્ર લખી CM કુમારસ્વામીને 6 વાગ્યા સુધી બહુમત સાબિત કરવા કરી તાકીદ

કર્ણાટકમાં રાજનીતિક ઉતાર-ચઢાવ વચ્ચે CM કુમારસ્વામીને એકવાર ફરી બહુમત સાબિત કરવા રાજ્યપાલે તાકીદ કરી છે. રાજ્યપાલ આજે સાંજે 6 વાગ્યા સુધી બહુમત સાબિત કરવા CM કુમારસ્વામીને કહ્યુ છે. એક દિવસ પહેલા રાજ્યપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રીને પત્ર લખી શુક્રવાર બપોર પછી દોઢ વાગ્યા સુધી બહુમત સાબિત કરવા કહ્યુ હતુ. જો કે કુમારસ્વામી દોઢ વાગ્યા સુધી બહુમત […]

Top Stories India
vajubhai vala રાજ્યપાલે પત્ર લખી CM કુમારસ્વામીને 6 વાગ્યા સુધી બહુમત સાબિત કરવા કરી તાકીદ

કર્ણાટકમાં રાજનીતિક ઉતાર-ચઢાવ વચ્ચે CM કુમારસ્વામીને એકવાર ફરી બહુમત સાબિત કરવા રાજ્યપાલે તાકીદ કરી છે. રાજ્યપાલ આજે સાંજે 6 વાગ્યા સુધી બહુમત સાબિત કરવા CM કુમારસ્વામીને કહ્યુ છે. એક દિવસ પહેલા રાજ્યપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રીને પત્ર લખી શુક્રવાર બપોર પછી દોઢ વાગ્યા સુધી બહુમત સાબિત કરવા કહ્યુ હતુ. જો કે કુમારસ્વામી દોઢ વાગ્યા સુધી બહુમત સાબિત કરી શક્યા નહી.

કર્ણાટક વિધાનસભાનાં અધ્યક્ષએ સદનને 3 વાગ્યા સુધી સ્થગિત પણ કર્યુ હતુ. વિધાનસભા અધ્યક્ષ કેઆર રમેશ કુમારએ આ વિશે કહ્યુ કે, જ્યા સુધી ચર્ચા પૂરી થતી નથી ત્યા સુધી વિભાજન માટે દબાવ નાખી શકાય નહી. જો કે આ પહેલા કુમારસ્વામીએ વિધાનસભા અધ્યક્ષ રમેશ કુમારને પુછ્યુ હતુ કે રાજ્યપાસ ફ્લોર ટેસ્ટ માટે મુખ્યમંત્રીને કોઇ નિર્દેશ આપી શકે છે. રાજ્યપાલે મને 1.30 વાગ્યા સુધી બહુમત સાબિત કરવા માટે કહ્યુ છે, પરંતુ અમે પહેલા જ વિશ્વાસ પ્રસ્તાવને રજૂ કરી દીધો છે.

vajubhai vala letter રાજ્યપાલે પત્ર લખી CM કુમારસ્વામીને 6 વાગ્યા સુધી બહુમત સાબિત કરવા કરી તાકીદ

CM કુમારસ્વામીએ કહ્યુ કે, તે નક્કી કરવુ જોઇએ કે રાજ્યપાસની પાસે આવી શક્તિઓ છે, જે પહેલા જ આ સદનને મળેલી છે. કુમારસ્વામીએ તે પણ કહ્યુ કે, અરૂણાચલ પ્રદેશ મામલામાં એક સંવિધાન પીઠએ આવા  જ મામલાની સુનવણી કરી હતી. ત્યારે ન્યાયમૂર્તિ ખેહરે કહ્યુ હતુ કે, રાજ્યપાલને ભારત સરકાર અધિનિયમ 1935 દ્વારા વિવેકાધિકાર આપવામાં આવ્યો હતો, પરંતુ સંવિધાન સંશોધન કરતી વેળાએ તેને બદલી દેવામાં આવ્યો.

કુમારસ્વામીએ કહ્યુ કે, તે રાજ્યપાલની આલોચના નહી કરે અને સાથે તેમણે અધ્યક્ષ કે આર રમેશ કુમારને નક્કી કરવા અનુરોધ કર્યો કે શું રાજ્યપાલને તેના માટે સમય સીમા નક્કી કરવાનો અધિકાર છે કે નહી. આ રાજનીતિક ઘમાસાન વચ્ચે જોવાનું રહેશે કે કર્ણાટકનાં રાજનીતિક જંગમાં અંતે કોણ બાજી મારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.