Not Set/ #StatueOfUnity : સરદાર પટેલની પ્રતિમાના લોકાર્પણ સમયે ભાજપના જ લોહપુરુષ રહ્યા ગેરહાજર

નર્મદા, ગુજરાતમાં કેવડિયા કોલોની ખાતે નિર્માણ કરવામાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટરની પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે. આ સાથે જ સરદાર પટેલની આ પ્રતિમા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બની ગઈ છે. આ ખાસ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, રાજ્યપાલ ઓ પી કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, મધ્યપ્રદેશના […]

Top Stories India Trending
LK advani 20161215 #StatueOfUnity : સરદાર પટેલની પ્રતિમાના લોકાર્પણ સમયે ભાજપના જ લોહપુરુષ રહ્યા ગેરહાજર

નર્મદા,

ગુજરાતમાં કેવડિયા કોલોની ખાતે નિર્માણ કરવામાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટરની પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે. આ સાથે જ સરદાર પટેલની આ પ્રતિમા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બની ગઈ છે.

Statue of Unity 5 #StatueOfUnity : સરદાર પટેલની પ્રતિમાના લોકાર્પણ સમયે ભાજપના જ લોહપુરુષ રહ્યા ગેરહાજર
national-pm-narendra-modi-inaugurate-statue-of-unity-speech-worlds-tallest-narmada–lal-krishna-advani-

આ ખાસ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, રાજ્યપાલ ઓ પી કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, મધ્યપ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ સહિતના ભાજપના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા, પરંતુ આ પ્રસંગમાં ભારતીય જનતા પાર્ટીના લોહપુરુષ કહેવાતા લાલકૃષ્ણ અડવાણી જ ગેરહાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા જ અડવાણીને સરદાર અને લોહપુરુષનું બિરુદ આપવામાં આવ્યું છે, ત્યારે દેશના અસલી સરદારની પ્રતિમાના અનાવરણ પ્રસંગે તેઓની ગેર ગેરહાજરીને લઈ એક કૌતુક સર્જાયું છે. જો કે વર્ષ ૨૦૧૩માં સરદાર પટેલની આ વિરાટ પ્રતિમાના ભૂમિપૂજન સમયે અડવાણી અચૂક હાજર રહ્યા હતા.

mantavya 533 #StatueOfUnity : સરદાર પટેલની પ્રતિમાના લોકાર્પણ સમયે ભાજપના જ લોહપુરુષ રહ્યા ગેરહાજર
national-pm-narendra-modi-inaugurate-statue-of-unity-speech-worlds-tallest-narmada–lal-krishna-advani-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરદાર પટેલની આ પ્રતિમાના લોકાર્પણની સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બની ગઈ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરતાં સમયે વાયુસેનાના વિમાનો દ્રારા ભારતીય તિંરગાના ત્રણેય રંગો દ્રારા સરદારની પ્રતિમાને સલામી આપવામાં આવી હતી.

સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ પીએમ મોદીએ જણાવ્યું હતું કે, દેશ આજે રાષ્ટ્રીય એકતા દિવસ મનાવી રહ્યો છે”.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,

રદાર સાહેબના આહવાન પર દેશના સેકડો રજવાડાઓએ  ત્યાગની મિસાલ કાયમ કરી છે. અમારે આ ત્યાગને ન ભૂલવો જોઈએ.

ભારતના સ્વર્ણિમ પુત્રને ઉજાગર કર્યુ છે.

અમે આ વિરાટ પ્રતિમાના નિર્માણ માટે લોખંડ અને માટી માંગી હતી, ત્યારે દેશના લાખો ખેડૂતોએ પોતે આગળ આવીને આ શુભ કામ માટે લોખંડ અને માટી આપી છે.

ભારતે પોતાના માટે જ નહીં પરંતુ વિશ્વ માટે ઇતિહાસ રચ્યો છે.

મારું સૌભાગ્ય છે કે સરદાર સાહેબની વિશાળ પ્રતિમા દેશને સમર્પિત કર્યુ છે