Not Set/ કામરેજમાં ચક્કાજામ મામલો, કોર્ટની કાર્યવાહી બાદ હાર્દિકે ભાજપ સરકારની ઝાટકણી કાઢી

સુરત, સુરતના કામરેજની કઠોર કોર્ટમાં પાસના નેતા હાર્દિક પટેલ હાજર થયો હતો, 18/10/2016 ના રોજ રાજકોટ ખાતે ભારત અને આફ્રિકા વચ્ચે મેચ રમાઈ રહી હતી તે સમય દરમિયાન કામરેજ નજીક નેશનલ હાઇવે 8 ઉપર પાસના કાર્યકરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેમાં પાસના નેતા હાર્દિક પટેલનું નામ બહાર આવ્યું હતું જેને લઈ હાર્દિક પટેલ ઉપર […]

Top Stories Gujarat Trending
sef કામરેજમાં ચક્કાજામ મામલો, કોર્ટની કાર્યવાહી બાદ હાર્દિકે ભાજપ સરકારની ઝાટકણી કાઢી

સુરત,

સુરતના કામરેજની કઠોર કોર્ટમાં પાસના નેતા હાર્દિક પટેલ હાજર થયો હતો, 18/10/2016 ના રોજ રાજકોટ ખાતે ભારત અને આફ્રિકા વચ્ચે મેચ રમાઈ રહી હતી તે સમય દરમિયાન કામરેજ નજીક નેશનલ હાઇવે 8 ઉપર પાસના કાર્યકરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેમાં પાસના નેતા હાર્દિક પટેલનું નામ બહાર આવ્યું હતું જેને લઈ હાર્દિક પટેલ ઉપર કામરેજ પોલીસ મથેકે ગુનો દાખલ થયો હતો.

જેની સુનાવણી માટે હાર્દિક પટેલ આજ રોજ કઠોરની કોર્ટ સમક્ષ હાજર થયો હતો. કોર્ટે હાર્દિક પટેલના વકીલની દલીલો સાંભળી આગામી 20 તારીખના રોજ હાર્દિક પટેલને ફરી કઠોર કોર્ટ હાજર રહેવા જણાવ્યું હતું, કઠોર કોર્ટ ખાતે હાજર રહેલા પાસના નેતા હાર્દિક પટેલે ભાજપની સરકાર ઉપર પ્રહારો કર્યા હતા.

હાર્દિકે કોર્ટ બહાર નિવેદન આપ્યું હતું કે, પોલીસ ડરનો માહોલ ઉભો કરવા માંગે છે. થોડા દિવસ પહેલા સુરતમાં થયેલ ટોડ ફોડમાં ભાજપના જ અસામાજિક તત્વો દ્વારા આંદોલનને બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે, સાથે જ હાર્દિકે જણાવ્યું હતું કે, સુરતમાં ભાજપના જ અસામાજિક તત્વો દ્વારા બસ ને તોડવાનું કાર્ય કર્યું છે.

હાર્દિકે ગુજરાતની સરકારને નમાલી ગણી હતી અને જણાવ્યું હતું કે જે રાજ્ય નો રાજા નમાલો હોઈએ રાજ્યની પ્રજા કરાયેય સુખી ન હોઈ આમ કઠોર કોર્ટ ખાતે હાજર રહેલા પાસના નેતા હાર્દિક પટેલે ભાજપ સરકારની ઝાટકણી કાઢી હતી અને ભાજપની સરકાર પર પ્રહારો કર્યા હતા.

આવનારી 20 તારીખ ના રોજ કઠોર કોર્ટે ફરી હાર્દિક પટેલને હાજર રહેવા જણાવ્યું છે ત્યારે આવનારી 20 તારીખ ના રોજ હાર્દિક પટેલ કઠોર કોર્ટ સમક્ષ હાજર થશે.

હાર્દિકે કોર્ટમાં હાજર થયા બાદ ફરી મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું હાર્દિકે જણાવ્યું કે સરકારે જે પાટીદારો ના કેસ પાછા ખેંચવાની વાત કરી હતી છતાં કેમ આવવું પડે છે?? ભાજપ ના નેતાઓ ને જવાદેવા માં આવે છે અને પાટીદાર યુવાનો ને પકડવા માં આવેછે, હાર્દિકે પોલીસ ઉપર પણ પ્રહાર કર્યા હતા હાર્દિકે જણાવ્યું હતું કે પોલીસ પણ ભાજપ ની જ જય જયકાર કરે છે, સત્યમેવ જયતે ના આધારે જે કાનૂન વ્યવસ્થા અને જે માન સન્માન આપવાનું હોઈ તે કામ નથી થઈ રહ્યું,