તેલંગાણા/ BJP ને વોડ નહીં આપો તો નરકની તૈયારી રાખો: ધર્મપુરી અરવિંદ

બીજેપી સાંસદ ધર્મપુરી અરવિંદે એક સભાને સંબોધિત કરતા મુસ્લિમોને કહ્યું કે જો તમે મોદીને વોટ નહીં આપો તો તમને નરકમાં મોકલવામાં આવશે.

Top Stories India Breaking News
YouTube Thumbnail 1 4 BJP ને વોડ નહીં આપો તો નરકની તૈયારી રાખો: ધર્મપુરી અરવિંદ

બીજેપી સાંસદ ધર્મપુરી અરવિંદનું એક નિવેદન હવે વાયરલ થઈ રહ્યું છે. હકીકતમાં, બીજેપી સાંસદ ધર્મપુરી અરવિંદે એક સભાને સંબોધિત કરતા મુસ્લિમોને કહ્યું કે જો તમે મોદીને વોટ નહીં આપો તો તમને નરકમાં મોકલવામાં આવશે. બીજેપી સાંસદે કહ્યું કે તમે જે થાળીમાં ખાઓ છો તેમાં છેદ ન કરો, નહીં તો તમે નરકમાં જશો. જો તમારે સ્વર્ગમાં જવું હોય તો જેઓ તેમના દેશની સેવા કરી રહ્યા છે, જેઓ તેમના દેશની સુરક્ષા કરી રહ્યા છે, તેમને મત આપીને મદદ કરો. નહિ તો ભગવાન પણ તમને માફ નહિ કરે.

બીજેપી સાંસદે શું કહ્યું?

તેલંગાણાના નિઝામાબાદમાં એક જાહેર સભાને સંબોધતા ધર્મપુરી અરવિંદે કહ્યું, “મફત ભોજન, મફત ગેસ, સારી શાળાઓ, કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા પછી તેઓ (મોદી) તમારી સારવાર કરી રહ્યા છે. શાદી મુબારકનો ફાયદો છે. સાથે જ નરેન્દ્ર મોદીએ તમને આત્મસન્માન આપ્યું છે. ટ્રિપલ તલાક હટાવી રહ્યા છીએ. આ બધા પછી પણ, જો તમે કોંગ્રેસ અથવા બીઆરએસને મત આપો છો, તો ભગવાન તમને સ્વર્ગમાં નહીં પણ નરકમાં મોકલશે.”

કોણ છે અરવિંદ ધર્મપુરી?

અરવિંદ ધર્મપુરી ઓબીસી શ્રેણીમાંથી આવે છે અને તેઓ હાલમાં નિઝામાબાદથી સાંસદ છે. અરવિંદ ધર્મપુરી નિઝામાબાદથી ત્રણ વખત કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા ડી શ્રીનિવાસના પુત્ર છે. ધર્મપુરી પહેલા ક્રિકેટર બનવા માંગતા હતા. તેમણે 1995-1996 દરમિયાન હૈદરાબાદ માટે રણજી ટ્રોફીમાં પ્રવાસ કર્યો હતો. આ પછી તેમણે પિતાની સાથે રાજકારણમાં રસ લેવાનું શરૂ કર્યું.

ધર્મપુરીનો જન્મ 25 ઓગસ્ટ, 1976ના રોજ થયો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે તત્કાલિન મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી અને BRS નેતા કે કવિતાને 70 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. અરવિંદ ધર્મપુરીએ છેલ્લી તેલંગાણા વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી, જોકે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની ટીમમાં કામ કરી ચૂક્યા છે.

વધુ એક નિવેદન પર વિવાદ થયો હતો

આ પહેલા પણ તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી દરમિયાન બીજેપી સાંસદ ધર્મપુરી અરવિંદે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તે દરમિયાન પણ નિઝામાબાદના ભાજપના સાંસદ અરવિંદ ધર્મપુરીએ તત્કાલીન મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ અને તેમના પુત્ર કેટી રામારાવના મૃત્યુ અંગે નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ રાજ્યના રાજકારણમાં ભારે વિવાદ સર્જાયો હતો. એક અહેવાલ મુજબ, અરવિંદ ધર્મપુરીએ એક જાહેર સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે જો કે. ચંદ્રશેખર રાવ અને તેમના પુત્ર કેટી રામા રાવનું મૃત્યુ થાય છે, તો ભાજપ બંનેને આર્થિક મદદ કરશે. આ નિવેદન બાદ બીઆરએસ આક્રમક બની હતી અને ઘણો વિવાદ થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેબ ડ્રાઈવરે મહિલા મુસાફરને ઈમોશનલ બ્લેકમેલ કરી

આ પણ વાંચો:મહિલા દર્દીને બેહોશીનું ઈજેક્શન આપી ડોકટરે અનેકવાર દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો:મોબાઈલ સ્નેચરો યુવતીને 100 મીટર ઢસડીને ખેંચી ગયા

આ પણ વાંચો:પ્રેમીના લગ્નથી પરેશાન પ્રેમિકાનો ગળાફાંસો ખાઈને આપઘાત