Not Set/ બિચારું પાકિસ્તાન !! ભારત માટે પોતાનો “એર સ્પેસ” બંધ કરશે

ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન સ્તબ્ધ છે અને આ આંચકો પચાવવામાં અસમર્થ છે. જમ્મુ-કાશ્મીર અંગેના ભારતના નિર્ણયથી ત્રાસીને પાકિસ્તાન હવે હવાઈ સીમા બંધ કરવાની વિચારણા કરી રહ્યું છે. પાકિસ્તાનનાં ચૌધરી ફવાદ હુસેને ટ્વિટ કરીને કહ્યું છે કે, ઈમરાન સરકાર, ભારત માટે હવાઈ સીમાને સંપૂર્ણ બંધનો કરવાનો વિચાર કરી રહી છે. આપને જણાવી […]

Top Stories World
imran sad.jpg1 બિચારું પાકિસ્તાન !! ભારત માટે પોતાનો "એર સ્પેસ" બંધ કરશે
ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન સ્તબ્ધ છે અને આ આંચકો પચાવવામાં અસમર્થ છે. જમ્મુ-કાશ્મીર અંગેના ભારતના નિર્ણયથી ત્રાસીને પાકિસ્તાન હવે હવાઈ સીમા બંધ કરવાની વિચારણા કરી રહ્યું છે. પાકિસ્તાનનાં ચૌધરી
ફવાદ હુસેને ટ્વિટ કરીને કહ્યું છે કે, ઈમરાન સરકાર, ભારત માટે હવાઈ સીમાને સંપૂર્ણ બંધનો કરવાનો વિચાર કરી રહી છે.
આપને જણાવી દઇએ કે, બાલાકોટ હવાઈ હુમલો કરાતા, પાકિસ્તાને આશરે 140 દિવસ સુધી તેનો હવાઈ સીમા બંધ કરી દીધી હતી. ઇમરાન ખાનની મંત્રીમંડળની બેઠકમાં ‘એર સ્પેસનું સંપૂર્ણ શટડાઉન’ કરવાનાં સંભવિત પગલા સૂચવવામાં આવ્યા હતા. આ માહિતી પાકિસ્તાનનાં સંધિય વિજ્ઞાન અને તેકનીકલ પ્રધાન ચૌધરી ફવાદ હુસેને આપી હતી.
ફવાદે ટ્વિટમાં જણાવાયું છે કે, ‘ઇમરાન ખાન, ભારત માટે એર સ્પેસને સંપૂર્ણપણે બંધ કરવાની વિચારણા કરી રહ્યા છે. તેમજ અફઘાનિસ્તાન અને ભારત વચ્ચેનાં વેપાર માટે પાકિસ્તાની માર્ગોનાં ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ પણ કેબિનેટની બેઠકમાં સૂચવવામાં આવ્યો હતો. આ નિર્ણયો માટે કાનૂની ઔપચારિકતાઓનો વિચાર કરવામાં આવી રહ્યો છે.
મોદીએ શરૂ કર્યું અમે પૂરી કરીશું!  આપને જણાવી દઇએ કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને રાજ્યને બે ભાગમાં વહેંચવાના ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાનની સરકાર ચોંકી ગઈ છે. તે ભારત સામે સતત કંઇક બોલે છે. પાકિસ્તાનના મંત્રીએ તો પરમાણુ યુદ્ધની પણ ધમકી આપી છે. આ સાથે જ દેશને સંબોધન કરતી વખતે ઇમરાન ખાને પરમાણુ શસ્ત્રોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.