jalore news/ મહિલા દર્દીને બેહોશીનું ઈજેક્શન આપી ડોકટરે અનેકવાર દુષ્કર્મ આચર્યું

બેહોશ કરવાનું ઈંજેક્શન આપીને દુષ્કર્મ આચર્યું હતું અને ન્યુડ વિડીયો બનાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી

Top Stories India
YouTube Thumbnail 2024 02 28T171227.380 મહિલા દર્દીને બેહોશીનું ઈજેક્શન આપી ડોકટરે અનેકવાર દુષ્કર્મ આચર્યું

@નિકુંજ પટેલ

રાજસ્થાનની ઝાલોર પોલીસે એક ડોક્ટરની ધરપકડ કરી છે. આ ડોક્ટરે મહિલા દર્દીને બેહોશ કરવાનું ઈંજેક્શન આપીને દુષ્કર્મ આચર્યું હતું અને ન્યુડ વિડીયો બનાવીને તેને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

ડોકેટરને ભગવાન ગણવામાં આવે છે કારણકે તે માણસની જીંદગી બચાવે છે. પરંતુ રાજસ્થાનના ઝાલોરમાં એક ડોક્ટરે એવું શરમજનક કામ કર્યું હતું કે તેને માણસ નહી હેવાન કહેવો પડે. મહિલા દર્દીને બેભાન કરવાનું ઈંજેક્શન આપીને સાત વખત બળાત્કાર ગુજાર્યો હતો અને ન્યુડ વિડીયો બનાવ્યો હતો. દાંતના ડોક્ટર સુરેશ સુદેશાની ભીનમાલ પોલીસે ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં હાજર કરીને રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ તેની પુછપરછ કરી રહી છે અને મહિલા દર્દીના ફોટા અને વિડીયો કબજે કરવાના પ્રયાસ કરી રહી છે.

થોડા સમય પહેલા ડોક્ટર સુરેશ પાસે ભીનમાલ વિસ્તારમાં રહેતી એક 25 વર્ષની મહિલા દાંતની રૂટ કેનાલ માટેની સારવાર માટે ગઈ હતી. ખાનગી ક્લિનીક ચલાવતા ડોક્ટરે ઈલાજને બહાને મહિલાનું નામ, સરનામુ અને પરિવાર અંગેની માહિતી મેળવી હતી. ઉપરાંત તેની સારવાર પણ કરી હતી. ત્યારબાદ પીડા ઓછી કરવાનું ઈંજેક્શન આપ્યું હતું. બેહોશીનો ફાયદો ઉઠાવીને મહિલા દર્દી સાથે તેણે દુષ્કર્મ આચરીને તેનો ન્યુડ વિડીયો બનાવ્યો હતો. એટલું જ નહી આ વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ કરવાની ધમકી આપીને હોટેલ, ક્લિનીક અને ઘરમાં બળાત્કાર ગુજાર્યો હતો. તે મહિલાને બ્લેકમેઈલ કરવા લાગ્યો હતો.

અંતે પરેશાન પિડીત મહિલાએ તેના પરિવારને આ અંગે જાણ કરી હતી. બાદમાં પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે! જાણો ગુજરાતમાં ટિકિટના દાવેદાર કોણ છે

આ પણ વાંચો:છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ કર્યો આપઘાત, જેમાંથી લગભગ 500 છે વિદ્યાર્થીઓ

આ પણ વાંચો:ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા