તાપી જિલ્લાના છેવાડે કુકરમુંડા તાલુકામાં ઘટના સામે આવી હતી જ્યાં શાળામાં ભણતા બે બાળકો શાળામાં ગુલ્લી મારી ઉકાઈ ડેમના પાણીમાં ન્હાવા પડતા ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું.
આજરોજ તાપી જિલ્લાના છેવાડે કુકરમુંડા તાલુકાના મોદલા ગામમાં કરુણ વાતાવરણ છવાયું હતું જ્યારે ગ્રામજનોને ખબર પડી કે એમના ગામના બે બાળકોનું ઉકાઈ ડેમના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે.
કુકરમુંડાના મોદલા ગામના બન્ને બાળકો આમોદા સીમમાં ઉકાઈ જળાસયના પાણીમાં ન્હાવા ગયા હતા જેમાં આ કરુણાતીકા બની હતી.ત્યાં ઉકાઈ જળાશયના ઊંડા પાણીમાં ડૂબી જવાથી બાળકોનું મોત થયું હતું.મરણ જનાર બાળકોમાં 1- નિહાલભાઈ નરેશભાઈ વસાવા 2- નૈતિકભાઈ રમેશભાઇ વસાવા નામ હતું. જે મોદલા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 5 મા અભ્યાસ કરતા હતા.
બન્ને બાળકોના પાણીમાં ડુબી જવાથી મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. જ્યારે બાળકોના મૃતદેહ જોઈ વાલીઓએ કરુણ વિલાપ કરતાં સમગ્ર વાતાવરણ શોકમય બન્યું હતું. આ ઘટનામાં પોલીસ તપાસ બાદ સમગ્ર ઘટના શું બની હતી તે સામે આવશે.
આ પણ વાંચો:અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે! જાણો ગુજરાતમાં ટિકિટના દાવેદાર કોણ છે
આ પણ વાંચો:છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ કર્યો આપઘાત, જેમાંથી લગભગ 500 છે વિદ્યાર્થીઓ
આ પણ વાંચો:ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી
આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા