PNG/ ભારતમાં પહેલીવાર આ શહેરમાં બનશે પાણીથી ઘરેલું ગેસ,આટલા ઘરોના ચૂલા સળગશે,જાણો વિગત

પાણીમાંથી હાઈડ્રોજન ગેસ બનાવવામાં આવશે,આ હાઈડ્રોજનને નિશ્ચિત માત્રામાં નેચરલ ગેસ સાથે મિક્સ કરીને ઘરોમાં વિતરણ કરવામાં આવશે.

Top Stories Gujarat
6 44 ભારતમાં પહેલીવાર આ શહેરમાં બનશે પાણીથી ઘરેલું ગેસ,આટલા ઘરોના ચૂલા સળગશે,જાણો વિગત

ભારત દેશ હવે બદલાઇ રહ્યો છે,અનેક સંશોધન પર કામ ચાલી રહ્યા છે, જેમાંથી એક સંશોધન પૂર્ણ થવાને આરે છે હવે પાણીમાંથી હાઇડ્રોજન ગેસ બનાવવામાં આવશે, હા વાત બિલકુલ સાચી છે,ગુજરાતના સુરત શહેરમાં આ પ્રયોગ કરવામાં આવી રહ્યું છે.ઉર્જા જરૂરિયાતોને જોઈને દેશમાં પહેલી વાર સુરતમાં ઘરેલું ઉપયોગ માટે પાણીમાંથી હાઈડ્રોજન ગેસ બનાવવામાં આવશે. આ હાઈડ્રોજનને નિશ્ચિત માત્રામાં નેચરલ ગેસ સાથે મિક્સ કરીને ઘરોમાં વિતરણ કરવામાં આવશે.

પાયલોટ પ્રોજેક્ટ અનુંસંધાનમાં  સુરતના કવાસ ખાતે આવેલી એનટીપીસીની ટાઉનશિપમાં 200 ઘરોમાં હાઈડ્રોજન સાથે મિક્સ કરેલા ગેસનો સપ્લાય કરવામાં આવશે. આ પ્રોજેક્ટની સારી વાત એ છે કે, ‘પાણીમાં હાઈડ્રોજન બનાવવા માટે જે વિજળીનો ઉપયોગ કરવામાં આવશે તે વિજળી પણ સોલાર એનર્જીથી ઉત્પાદન કરવામાં આવશે.આ સંશોધનથી ઘણા ફાયદા થશે,આ પ્લાન્ટમાં એક જ વાર ખર્ચ કરવો પડશે, ફરી માત્ર તેના મેઇનટેન્ટ ખર્ચ કરવો પડશે,સોલર પેનલથી વાજ ઉત્પાદન થતું રહેશે. આ પ્લાન્ટ થી પ્રદબશણ પણ ઓછું થશે, નેચરલ ગેસમાં કાર્બન હોય છે. જેને સળગાવ્યા પછી કાર્બન ડાયોક્સાઈડ બને છે. હાઈડ્રોજનને મેળવીને આ ગેસ બનાવવામાં આવશે. જેથી કાર્બનું પ્રમાણ ઓછું થશે.આ ઉપરાંત ગેસ સસ્તો મળશે.