Not Set/ અમદાવાદમાં મચ્છરોનો આતંક થયો ઓછો, શહેરની આ કોલેજ છે મચ્છરોનું ઘર, વાંચો આ આંકડા.

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્ટોમોલોજી ડીપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ અમદાવાદમાં મચ્છરોની સંખ્યામાં ઘટાડો થયો છે. જુલાઈ સુધીમાં એવરેજ મચ્છરોની ડેન્સીટી(ઘનતા) ૦.૮૮ હતી, જયારે ૨૦૧૬માં આ આંકડો ૪.૩૯ હતો અને વર્ષ ૨૦૧૭માં આ આંકડો હતો ૨.૨૭ છે. કઈ રીતે મપાય છે મોસ્કીટો ડેન્સીટી ? AMC દ્વારા એક સિમ્પલ ગણિત દ્વારા આ ગણતરી કરવામાં આવે […]

Top Stories Ahmedabad Gujarat Trending
mosquto002 અમદાવાદમાં મચ્છરોનો આતંક થયો ઓછો, શહેરની આ કોલેજ છે મચ્છરોનું ઘર, વાંચો આ આંકડા.

અમદાવાદ,

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્ટોમોલોજી ડીપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ અમદાવાદમાં મચ્છરોની સંખ્યામાં ઘટાડો થયો છે. જુલાઈ સુધીમાં એવરેજ મચ્છરોની ડેન્સીટી(ઘનતા) ૦.૮૮ હતી, જયારે ૨૦૧૬માં આ આંકડો ૪.૩૯ હતો અને વર્ષ ૨૦૧૭માં આ આંકડો હતો ૨.૨૭ છે.

કઈ રીતે મપાય છે મોસ્કીટો ડેન્સીટી ?

1 AMC assistant commissioner sends sex clip to WhatsApp group અમદાવાદમાં મચ્છરોનો આતંક થયો ઓછો, શહેરની આ કોલેજ છે મચ્છરોનું ઘર, વાંચો આ આંકડા.

AMC દ્વારા એક સિમ્પલ ગણિત દ્વારા આ ગણતરી કરવામાં આવે છે. એન્ટોમોલોજી ડીપાર્ટમેન્ટનાં ઓફિસર રાજેશ શર્માએ કહ્યું કે, “AMC સ્ટાફનાં લોકો રૂમમાં pyrethrum સ્પ્રે મારે છે અને નીચે પડેલી સફેદ ચાદર પર મચ્છરો પડે છે. આ મચ્છરોને બાયનોક્યુલર માઈક્રોસ્કોપથી ગણીએ છીએ અને ત્યારબાદ અમે એને ટાઇપ અને સબ ટાઇપમાં વિભાજન કરીએ છીએ”.

mosquitoes અમદાવાદમાં મચ્છરોનો આતંક થયો ઓછો, શહેરની આ કોલેજ છે મચ્છરોનું ઘર, વાંચો આ આંકડા.

એન્ટોમોલોજી ડીપાર્ટમેન્ટના સભ્ય ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, ” કોર્પોરેશનની ટીમનાં સતત પ્રયત્નો બાદ મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં ઘટાડો નોંધાયો છે. જો આવનારા દિવસોમાં પણ વરસાદ ચાલુ રહ્યો તો મચ્છરોના સંવર્ધનમાં વધારો થઈ શકે છે. મચ્છરોનો ઉછેર થઇ શકે છે અને એમની સંખ્યામાં વધારો થઇ શકે છે.

શહેરની L J કોલેજ છે મચ્છરોનું ઘર

AMCના હેલ્થ ડીપાર્ટમેન્ટ દ્વારા શહેરની આઠ સંસ્થાઓને નોટીસ આપવામાં આવી હતી. આ સંસ્થાઓની જગ્યામાં મચ્છરની માત્ર વધુ જોવા મળી હતી. આ જગ્યાઓ પર મચ્છરો ખુબ વધુ માત્રામાં ઉછરી રહ્યાં છે અને મચ્છરોની સંખ્યામાં વધારો થતો રહે છે.

L.J. Institute of Engineering and Technology Ahmedabad અમદાવાદમાં મચ્છરોનો આતંક થયો ઓછો, શહેરની આ કોલેજ છે મચ્છરોનું ઘર, વાંચો આ આંકડા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલા લિસ્ટમાં એલ.જે કેમ્પસનું પણ નામ છે.

કોલેજનાં કેમ્પસમાં મચ્છરો બેફામ માત્રની જાણ જયારે AMC ટીમને થયા બાદ આ ટીમ દ્વારા તરત પગલાંલેવામાં આવ્યા છે. ટીમ દ્વારા એલ.જે કેમ્પસમાં એન્ટી લાર્વલ એક્ટીવીટી (anti-larval activity) હાથ ધરવામાં આવી હતી.

આ લીસ્ટમાં કન્સ્ટ્રકશન સાઈટસનાં નામ પણ શામેલ છે જેવા કે દેવસ્ય કન્સ્ટ્રકશન, મેટ્રો કન્સ્ટ્રકશન સાઈટ, સીટી ગ્રેટ કન્સ્ટ્રકશન, અરાઈઝ કન્સ્ટ્રકશન વગેરે અને બીજી બે ફેકટરીઓ પણ શામેલ છે, જ્યાં મચ્છરોનું સંવર્ધન ભારે માત્રામાં થઇ રહ્યું છે.